________________
(૧૩) શ્રી સત્કાર પરીસહ બેને છે શીતળ ભાવ,
બાકીના લલિત વીશ ઉષ્ણ કહેવાય છે. ૨૨ તીર્થકરના સાધુ–બહુ મૂલ્યવાન અને પંચરંગી કપડાં પહેરે અને કષભ ને મહાવીરના સાધુ તે ધેળા તેમ પ્રાય જીણું વસ્ત્ર પહેરે.
૨૨ તીર્થકરના સાધુમાં જે સાધુ નિમિત્ત આહાર કર્યો હોય તેને તે ન ખપે, પણ બાકીના બીજા સાધુઓને તે તે ખપે અને અષભ ને મહાવીરના સાધુઓને તે, કોઈ પણ સાધુ માટે કરેલ આહારાદિ કોઈ પણ સાધુને ખપે નહિ.
બાવીશ પ્રકારના અનાચારિયા, ૧ જે સાધુ રાત્રિયે પાસે ઓધાદિક રાખે તે તે ગ્રહથ સમાન કહેવાય.
૨ જે સાધુ ગૃહસ્થની પાસે શરીર ચંપાવે તે.
૩ જે સાધુ ગૃહસ્થ પાસેથી એઢવા માટે લે તે-સુયગડાંગ ૯ અધ્યયને.
૪ જે સાધુ કાકડી, તરબુચ, ખડબુચ વિગેરે ફળાદિ છોલેલાં લે તે-પન્નવણા તથા દશાશ્રુતસ્કંધે.
૫ જે સાધુ સાધ્વીના સાથે વિહાર કરે તે આજ્ઞાબહારઠાણાંગસૂત્રે.
૬ જે સાધુ સાધ્વીને લાવ્યે આહાર કરે તે-આચારાંગસૂત્રે.
૭ જે સાધુ ચરી જાય ત્યારે અગર બહાર જાય ત્યારે ભારઊપકરણ–પીઠ-પાટીયા ગૃહસ્થાને ભળાવી જાય તે, આજ્ઞાબહાર દશવૈકાલિક ૭ અધ્યયને.
૮ જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બેધ આપે તે–ભગવતીસૂત્ર.
૯ જે સાધુ બે અઢી ગાઉ ઉપરાંત આહારપાણ લઈ જાય તે ભગવતી તથા ઉત્તરાધ્યયનસૂત્રે.
૧૦ જે સાધુ પૈસા તથા ધાતુ રાખે તે-બ્રહ્મવ્યાકરણમાં
૧૧ જે સાધુ લુગડાં ધોવે-ધવરાવે, સ્નાન કરે તે દુરાચારીસુયગડાંગજી અધ્યયને.
૧૨ જે સાધુ મેરપીંછી રાખે તે-પ્રશ્વવ્યાકરણમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org