________________
( ૮૭ ) બેધિદુલભ ભાવના-સંસારે ભમતા જીવને રિદ્ધિ, સિદ્ધિ આદિ મળવી સુલભ છે, પણ સુદેવ, સુગુરૂ, અને સુધર્મ ઉપર શ્રદ્ધા થવારૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થવું એ બહુ દુર્લભ છે, ત ચિંતવવું તે.
ધર્મ ભાવના--સભ્યત્વ પ્રાપ્ત કરીને પણ અરિહંત ભગવાને કહેલ ધર્મ (જ્ઞાન, દર્શન, ચરિત્રને માર્ગ) આચરે તે બહુ દુષ્કર છે, એમ ચિંતવવું ત.
તપને મહિમા તપમાં વર્તન–અસમાધિ અંશ નહિ મને, ઈદ્રિય હાનિ ન થાય,
મન વચ સાથે વેગ શુદ્ધ, તપ તેજ કરાય શુભ સમતા ગટમાં ઘણી, નહિ કષાયીકાર, અખંડ ધર્મને આદરે, તપ તે શ્રીકાર.
તપના બાર પ્રકાર અન્નસન ઉદરી અને, વૃત્તિક્ષેપ રસત્યાગ, કાય કલેશ સંસીનતા, રાખ બાહાશું રાગ; પ્રાયશ્ચિત પછી વિનય ને, વૈયાવચ્ચ સ્વાધ્યાય,
ધ્યાન કાઉસ્સગ અત્યંતર, છને સેવે સદાય, તપને પ્રભાવ–દઢપ્રહારી પાપીઓ, ફૂર કર્મ કરનાર,
પણ તપના પ્રભાવથી, તેડો કમને તાર. તપનું મહત્ત્વ–ત્રિવિધ તાપ તપથી ટળે, તપથી ટળે વિકાર,
વિરે તેહ વખાણું, ધન્ય ધને અણગાર
પ્રથમ છ પ્રકારે બાહ્ય તપ. અન્નસન–બે ભેદે છે. થોડા કાળ માટે ઉપવાસાદિ કરવું તે ઇત્વર કથીત અને આયુષ્ય જાણું જાવજીવ સુધી અન્નસન કરવું તે યાવત કથીત કહેવાય.
ઉણાદરી–બે ભેદે છે. પાંચ. સાત કળીયા ઊણા રહેવું અથવા વસ્ત્ર–પાત્રાદિની ઓછાશ તે દ્રવ્યઉદારી અને રાગ-દ્વેષની ઓછાશતે ભાવ ઉદરી કહેવાય.
વૃત્તિ સંક્ષેપ-આજીવિકાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સંક્ષેપ કરે, અભિગ્રહ કરવો અથવા નિયમ ધારવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org