________________
( ૩) ભાવ રાખે, ૨ ઉપધાન પડિમા તે તપસ્યા કરે, ૩ વિવેક પડિમા તે શરીર ત્યાગ કરે, ૪ વ્યુત્સગ પડિમા–તે કાઉસગ્ગ કરે.
ચાર પ્રકારની બુદ્ધિ–૧ ઉત્પાતિકી–તે આપણે પોતાનાથીજ ઉત્પન્ન થાય, ૨ વેનેયિકી–તે વિનય કરતાં ઉત્પન્ન થાય, ૩ કાર્મિકી–તે કામ કરતાં સારી બુદ્ધિ ઉત્પન્ન થાય,૪ પારિણુમિકી–તે વય પરિણમતા ઉત્પન્ન થાય.
પાંચ વસ્તુની સંખ્યા. પાંચ મહાવ્રત- પ્રાણાતિપાત મૃષા અને, અદત્તાદાન મૈથુન
પરિગ્રહપણે વિરમે વધુ, વાઘે મહાવ્રત ગુણ. મુનિના પાંચ મહાવ્રત અને શ્રાવકનાં પાંચ અણુવ્રત સાથે સરખાવી મુનિના વસવશા અને શ્રાવકના સવા વશાની ઘટાવેલ
ઘટના,
પ્રાણાતિપાત વ્રત,
(મનહર છંદ) સાધુ વિશવશા દયા ત્રસ સ્થાવરની પાળે,
શ્રાવકથી ત્રસ પળે તેથી દશ જાણવી; સ્થલ સંક૯પથી નહિ પણ આરંભથી મરે,
દશમાંથી પાંચ રહી અંતરમાં આણવી; નિરપરાધી ન મરે અપરાધીની જયણા,
પાંચમાંથી અઢી રહી મન સાથે માનવી, નિરપેક્ષ નહિ પણ સાપેક્ષપણે જયણા, - શ્રાવકની સવા તેમ લલિત પ્રમાણવી.
મૃષાવાદ વ્રત મૃષા સૂક્ષમ અને સ્કૂલ તેમાં સૂક્ષમની જયણું,
સ્કૂલ મેટા પાંચ તજે તેથી દશ થઈ તે; સ્થલ પણ સ્વને અન્ય તેમાં સ્વના અર્થો ત્યાગ, - બીજા માટે જયણું છે તેથી પાંચ કહી તે; બીજા અર્થે બે રીતે છે સ્વજન ને પરજન,
સ્વજનની છુટ પરે ત્યાગ અઢી લહી તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org