________________ ( 170) આબૂ–અહીં રૂા. ૧૮૫૩૦૦૦૦૦ના ખરચે સં. ૧૦૮૮માં બંધાવેલ વિમળશાનું, અને 125300000 ના ખરચે સં. ૧૨૮૭માં બંધાવેલ તેજપાળનું, આ બે ઉતમ કારીગરીના છે, ત્રીજું પીતળના પરધરનું ફરીથી સં. ૧૫ર૫ માં પ્રતિષ્ઠા થયેલ ભીમાશાનું, (કેઈ તેમને ભેંસાશાહ કહે છે,) ચોથું ત્રણ માળનું પાર્શ્વનાથજીના ચૌમુખજીનું, સં. 1515 નું મંડલિક સંઘવીનું, પાંચમું મહાવીરસ્વામીનું એમ પાંચ દેરાસરે છે. અવિચળગઢ–અહીયાં બે માળમાં ધાતુના ચૌમુખજી છે, તે સં. 1566 માં સહસા અને સુરતાન બે ભાઈએ પધરાવ્યા છે, ધાતુના કુલ 14 બિંબ છે, અહીંથી આબૂ તરફ જતાં થોડાક દૂર જઈએ એટલે ડાબી બાજુએ રસ્તામાં કુમારપાળનું બંધાવેલ શાંતિનાથનું મંદિર છે, પ્રતિમાજી રમણીય છે. કુંભારીયા–પહેલાં તે આરાસણ નામનું મોટું નગર હતું. ખરેથી આશરે 12 કેશ છે, પહાડપર ચડતાં પહેલાં અંબાદેવીનું મંદિર અને તે પછી એક કેશ દૂર કુંભારીયા તીર્થ છે. ત્યાં મેટા પાંચ મંદિરે છે. મોટું મંદિર શ્રી નેમિનાથજીનું છે, તે કઈ રાજા તરફથી બંધાયુ હોય એમ લાગે છે. તેની પ્રતિષ્ઠા 41 મા પટધર શ્રી અજિતદેવસૂરિ હસ્તક સં. 1204 આસપાસ થઈ છે, બાકીના ચાર મંદિરે શ્રીમાળી તેમ પરવાડ વિમળશાહ વિગેરે ગ્રહોના બંધાવેલાના લેખે છે. સહી –અહિંયાં 15 દેરાસર છે, તેમાં 13 દેરાસર તે એકજ લાઈનમાં છે, ત્યાંને દેખાવ ભવ્ય અને રમણીય છે, આ એક મહાન તીર્થરૂપ છે, તિહાં 8-10 ઉપાશ્રય ધર્મશાળાદિ છે, અહીં સં. 1987 ની સાલમાં ચૌમુખજીના દેરાસરને મંડપ સુધારતાં એક ભોંયરામાંથી 60 પ્રતિમાજી નીકળ્યા છે બામણવાડા–અહિં એક મોટું રમણીય પર દેરીનું મંદિર શ્રી મહાવીર સ્વામીનું છે, તેમ ધર્મશાળા વિગેરે છે, ફાગણ સુદ 11-12-13 મેટો મેળો ભરાય છે. વીરવાડા–અહિં બે મંદિર એક પર દેરીનું ગામમાં અને બીજું ગામ બહાર છે, તેમ ધર્મશાળા ઉપાશ્રયાદિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org