________________ (17) કાઉસગ્ગીયા સાથે નીકળ્યા, વિના બળદે ગાડું ચાલવું વિગેરે ઘણું પરછા પુરાયા, દેરાસર તૈયાર કરી સં. 1943 ના મહાસુદ 10 ના રેજ કીના ચુનીલાલ સંઘવીએ ભગવાન પધરાવ્યા છે. પ્રતિમાજી ઘણાજ રમણીય છે, દેરાસર પણ ઘણું રમણીક છે, અહિં બે તરફ રેલ્વે છે. તેમ ધર્મશાળા વિગેરે સાધન છે. અહીંથી 6 ગાઉના આશરે ક ગામ થાય છે, ત્યાં ચાર દેરાસર છે, દર્શન કરવા જોગ સ્થાન છે. પાનસર–આ મહાવીરસ્વામીના પ્રતિમાજી સં. 1966 ના શ્રા. શુદ ૯ના દિવસે પ્રગટ થયા છે, અઢી લાખના ખરચે દેરાસર બંધાવી સં. 174 ના વૈશાખ સુદ 6 ના રેજે વિસનગરના શેઠ મણીભાઈ ગોકળભાઈએ ભગવાનને પધરાવ્યા છે. સેરીશ્વરા-તીર્થ જુનું છે, દેરાસર તદન પી ગયાથી દશ બાર વર્ષથી અમદાવાદના શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તરફથી ઘણુ પરિશ્રમે નવીન દેરાસર તૈયાર થયું છે, તેમાં પ્રથમની જુની પ્રતિમાજી પધરાવવાના છે. હેશાણા–અહિંયાં નવ દેરાસર રમણીય છે, મેટું દેરાસર છે તેમાં મૂળનાયક મનરંજન પાર્શ્વનાથ તથા સુમતિનાથજી છે. અહિયાં વર્ધમાન આંબિલખાતું, પાઠશાળા, પુસ્તકાલય, ઉપાશ્રય, ધર્મશાળાઓ અને ભેજનશાળા વિગેરે છે, મેંસાણા ગામને મસાજી નામના ચાવડા રજપુતે વસાવ્યું કહેવાય છે. વિજાપુર–અહિયાં સાત દેરાસર છે, તેમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું દેરાસર ઘણું જુનું છે. પ્રતિમાજી રમણીય છે, અહિયાં જૈનશાળા, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ધર્મશાળાઓ વિ. ગેરે છે. અહીંથી ત્રણ ગાઉ લાડોલ ગામ છે, ત્યાં બે દેરાસર ઘણા જુના છે, તેમ સં. 157 માં તેરમા સૈકાની 18 પ્રતિમાઓ નીકળી છે. ત્યાં દર્શન કરવા જોગ છે. વડનગર–અહિયાં પાંચ દેરાસર છે. તેમાં હાથીવાળું દેરાસર ઘણું જુનું ને ફરતી પર દેરી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે, પ્રથમ અહિં શ્રી શત્રુંજય તીર્થની તળાટી હતી, તેમ ધ્રુવસેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org