________________
( ૧૪૧)
છપન્ન વસ્તુ વર્ણન પ્રભુ જન્માવસરે સૂતિકામે આવતી છપન્ન કુમારી.
મનહર છંદ. અધે લેક અડ આવી જે જન અશુચિ ટાળી,
ઈશાને સૂતિકાગ્રહ કરાવવા વાળી તે ઊર્વીલેક આવી અડ કુસુમનું જળ છોટે
અડ પૂર્વ દર્પણ દક્ષિણ કળશાળી તે અડપશ્ચિમની પંખા ઊત્તરની ચામર લે
ચાર વિદિશીની દીપ ચાર રૂચકાળી તે; કેળનાં તે ઘર કરે નાન અલંકર રક્ષા, પિટલી બાંધી લલિત મંદિર ઊજાળી તે ૧
તેને વિગતે ખુલાસે આઠ અધે લેકથી આવી એક જે જન સુધી અશુચિ ટાળી
ઈશાન ખૂણે સૂતિકાગ્રહ કરે. આઠ ઉર્વ લોકથી આવી કુસુમવાસિત જળનો છંટકાવ કરે. આઠ પૂર્વ દિશિથી આવીને દર્પણ ધરીને ઊભી રહે. આઠ દક્ષિણ દિશિથી આવી કળશા ભરીને ઊભી રહે, આઠ પશ્ચિમ દિશિથી આવી પંખા વજે. આઠ ઊત્તર દિશિથી આવી ચામર વિજે. ચાર વિદિશિએથી આવી દીપક ધરે. ચાર રૂચક દ્વીપથી આવી કેળનાં ઘર કરે, મર્દન સ્નાન અલંકાર કરે. બેઉને રક્ષા પોટલી બાંધી મંદિર
શણગારી દેદીપ્યમાન કરે. સત્તાવન ગણધર-તેરમા શ્રી વિમળનાથ પ્રભુના છે તેમાં
મુખ્ય મંદિર નામે ગણધર છે. ૬૦ હજાર-સાઠ સહસ સુત સગરના, જન્મ તસ સાથે જાણ;
મુવા પણ તે સાથે સવિ, કર્યા કર્મ પ્રમાણે સાઠ હજાર વર્ષ– ભરત ચક્રવર્તી જ્યારે છ ખંડ સાધવા ગયા ત્યારે ૬૦,૦૦૦ વર્ષ થયા હતા.
સાઠ હજાર વર્ષ આયંબિલ તપ-આ અરસામાં સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ આયંબિલની તયશ્ચર્યા કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org