________________
(૧૩૩) ચોત્રીશ વસ્તુ વર્ણન
ભગવાનના ૩૪ અતિશય. દુહે- જન્મથકીના ચાર જાણ, કર્મ કટે અગીયાર;
ઓગણીશ અમરે ક્ય, તેવા જ ત્રણ પ્રકાર. ૧ શરીર અનંતરૂપ ને સુગંધમય રેગ પરસેવા ને મળ રહિત. ૨ રૂધિર તથા માંસ ગાયના દુધ જેવાં ધેાળા ને દુર્ગધ રહિત. ૩ આહાર અને નિહાર ચર્મચક્ષુવાળા જોઈ શકે નહિં. ૪ શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય. આ ચાર અતિશયે જન્મથી જ હોય છે, તે (સહેજાતિશય વા. મૂલાતિશય) કહેવાય છે. ૫ જન પ્રમાણુ સમવસરણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચની
કડાકી સમાય અને તેમને બાધા થાય નહિં. ૬ પચીશ પેજન એટલે બસે ગાઉ સુધી પૂર્વોત્પન્ન રેગ ઉપ
શમે અને નવા રેગો થાય નહિં. ૭ વૈરભાવ જાય. ૮ મરકી થાય નહિં. ૯ અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિં. ૧૦ અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહિં. ૧૧ દુભિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨ સ્વચક અને પરચકનો ભય ન હોય. ૧૩ ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા પિતપોતાની
ભાષામાં સમજે (વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે તે આની
પછી જણાવી છે. ) ૧૪ એક જન સુધી સરખી રીતે ભગવાનની વાણી સંભળાય. ૧૫ સૂર્યથી બારગણું તેજવાળું ભામંડલ હેય. આ ૫ થી ૧૫
સુધી અગિયાર અતિશયે કેવળજ્ઞાન થાય ત્યારે થાય, તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય ૬ થી ૧૨ માં જણાવેલા રેગાદિક સાત ઉપદ્ર ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીશ પેજન સુધી ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org