________________
=૧૨૫= ૩૯ જેનું કામ જે કરે બીજા નકામ
આદર છવ ક્ષમા ગુણ આદર-એ દેશી. જેનું કામ જે તે જન કરશે, કરે નહિં અવર એ કામરે, મુનીમનું કામ મુનીમજ કરશે, શેઠને સાળે નકામરે. જે૧ શેઠાણીએ કહ્યું શેઠને, ભાઈને સેપિ ભારરે, લાયકાત તેમાં લેશ નહિ છે, શેઠે સૂચવી સારરે. જે ૨ કાંઈક સ્ત્રીના કહેણે રાખે, નેકર તસ તવ ત્યાંહી; રેશમ માટે ઘણું જ રખ, મુનીમ મેળે પળમાંહી. જે. ૩ કદાગ્રહ કામિનીયે કર્યો વળી, મુનીમ પણાનાજ માટરે સોંપ્યું સર્વે કામ ત્યાં એને, ઘડ્યો ગમારે હૈ ઘાટ. જે. ૪ સોળ વરસને વર છેને, કહ્યું તે શેધવા કાજ રે; આઠ વરસના બે કહે લાવું, લેશ નહીં આવી લાજર. જે. ૫ માંદા શેઠના માટે ગયે તે, તેઓ વૈદને તામરે, વૈદ તે વળતાં તે વચમાં કર્યું જ અઘટતું કામ. જે. ૬
મીઠાઈ માટલી ફેરી મૂર્ખ, શકટ કાષ્ટનું સાથે વાસ કાંટીયું દેણી વિગેરે, આવ્યે એહ છે હાથેરે. જે ૭ સગાં સંબંધી ભેગા થયાં સવિ, ભામિની ગઈ ભરાઈ, પૂછતાં તે પાપી કહે મારી, કેવી કામ ચતુરાઈરે. જે૮ રાણે જાયા જ્યાં રણ ચડે ત્યાં, વાણીએ વાતે થાય; હાથીને ભાર હાથી ઝીલશે, ગધે ઝીલ્યા નહિં જાય. જે. ૯ નયણીથી તે નખજ ઉતરશે, કરે નહિં કાપણી કામરે; ઘરડાઓથી વળાશે ગાડાં, નાનાઓ ત્યાંજ નકામરે. જે ૧૦ શ્રીફળ શુભ કામે ગણ્ય સારૂં, રીંગણ નહીં ત્યાં રખાયરે; બેજ ખેંચી શકેલલિત બળધે, ગુણ ગધ્રા પર નંખાયરે. જે૧૧
૧ કુતરાને નાંખી. ૨ ગાડું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org