________________
હારી પૂર્વ વિરાધના, ગે પડે એ ભેદ, પણ વસ્તુ ધર્મ વિચારતાં, તુજ મુજ નહિં છે ભેદ, જિ. ૧૫ પ્રભુ ધ્યાન રંગ અભેદથી, કરી આત્મભાવ અભેદ; છેદી વિભાવ અનાદિને, અનુભવું સ્વસંવેદ. જિ. ૧૬ વિનવું અનુભવ મિત્રને, તું ન કરીશ પરરસ ચાહ; શુદ્ધાત્મ રસ રંગી થઈ, કરી પૂર્ણ શકિત અબાહ. જિ. ૧૭ જિનરાજ સીમંધર પ્રભુ, તે લાહ્યો કારણ શુદ્ધ હવે આત્મસિદ્ધિ નિપાવવી, શી ઢીલ કરીએ બુદ્ધ, જિ. ૧૮ કારણે કાર્ય સિદ્ધિને, કર ઘટે ન વિલંબ સાધવી પૂર્ણાનંદતા, નિજ કતૃતા અવિલંબ. જિ. ૧૯ નિજ શકિત પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂર્ણાનંદ, ગુણ ગુણ ભાવ અભેદથી, પીજીયે શમ મકરંદ જિબા ૨૦ પ્રભુ સિદ્ધ બુદ્ધ મહાદયી, ધ્યાને થઈ લયલીન; નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ રસ સુખ પીન. જિલા ૨૧
સાધારણ જિન સ્તવન - (નિર્મળ હોઈ ભજ લે પ્રભુ પ્યારાએ દેશી) લાગ્યા નેહ જિન ચરણ હમારા, જિમ કેર ચિત્ત ચંદપિયા; લાગ્યા નેહ૦ આંકણી સુનત કુરંગ નાદ મન લાઈ, પ્રાણ તજે પણ પ્રેમ નિભાઈ ઘન તજ પાન ન જાતજાઈ, એ ખગ ચાતક કેરી વડાઈ. લા૦૧ જલત નિઃશંક દીપકે માંહી, પીર પતંગકું હેત કે નાંહી; પીડા હેત તદ પણ તિહાં જાહી, શંક પ્રીતિવશ આવત નહી. લા૦૨ મીન મગન નવી જળથી ન્યારા, માન સરોવર હંસ આધાર; ચિર નિરખ નિશિ અતિઅંધિયારા, કેકીપ મગન સુન સુન ગરજારા. લા.૩ પ્રણવ ધ્યાન જિમ જોગી આરાધે, રસ રીતિ રસસાધક સાધે; અધિક સુગંધ કેતકીમે લાધે, મધુકર તસ સંકટ નવિ વધે. લા૦૪ જાકા ચિત્ત જિહાં થિરતા માને, તાકા મરમ તે તેહિ જ જાને; જિનભકિત હિરમેં ઠાને, ચિદાનંદ મન આનંદ આને. લા૦૫
૧ હરણ. ૨ જાવજીવ. ૩ પક્ષી. ૪ મત્સ્ય. ૫ મેર. ૬ કાર ૭ સુવર્ણરસના સાધનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org