________________
૫
ભટકયા ભભવ લાખ ચોરાશી, દારૂણ દુઃખની માંય; શબ્દ ગુરૂને એકે ન સુણ, ભ ભવ ભટકાય. ગુ. ૫ ગુરૂ દેવ ને ગુરૂ પરમેશ્વર, ગુરૂજ જ્ઞાની ગણાય ગુણી વિદ્યા છે ગુરૂના ઘરની, તેથી સંસાર તરાય. ગુરુ દ કાંઈ અંતર દુખ વાતજ કરવા, ઠીક ઠેકાણું ગણાય; દિલ દયાધરી દયાળુ દાતા, શિખવે સત્ય ઉપાય. ગુરુ ૭ ગુરૂભક્તિ ગુરૂ શિખથી છેટે, બાજી બગડી જાય; પૂરણ પ્રેમથી સગુરૂ સેવે, બોધી બીજ પમાય. ગુ૦ ૮ દેવ ગુરૂ દેખી કહે કેણના, પ્રણમુ પહેલા પાય; ધર્મ ગુરૂ ધન્ય ધન્ય આપને, દેવ દીયા દેખાય. ગુરુ ૯ કરે કરૂણું પરમ કૃપાળુ, ગુરૂજી જ્ઞાન પસાય; તેહથી લલિત જાય તરી તે, જશ જુગાજુગ ગાય. ગુ. ૧૦
૪૭ સુગુરૂ સમાગમથી થતે લાભ. હવે મને હરી નામથી નેહ લાગે. (વા) ચેતન ચેતે—એ દેશી. સદ્ગુરૂની સંગત સત્વર કાજ સુધારે, ઉદ્વરીને આણે ભવ આપેરેન્ટસ ટેક દેવતણું દર્શન ગુણી ગુરૂ પરસન, પૂરણ પ્રતાપે તેહ પાવે; ધર્મ ધ્યાવે ધીર ધમાં દેખાવે, એ પણ ગુરૂ સંગે આવેશે. સ. ૧ સુગુણે શિખાવે સદ્વર્તન લાવે, ભક્ષાભક્ષને ભેદ ભણાવે; આસ્તિકતા ગુણગણ અરપી અનુપમ, મિથ્યાત્વ મૂળથી કઢાવેરે. સ. ૨ ક્રોધાદિક કાપી સ્થિરતા સ્થાપી, તૃષ્ણાના તારને તેડાવે; હું ને મારા હઠવાદ હઠાવે, શાંત સમભાવ શીખવે રે. સ. ૩ દાન શીયળ તપ ભાવનાકિને, હાવ ગુરૂજી લેવરાવે; વ્રત પચ્ચખાણ વિનયાદિ વિશેષે, વિમળ વિવેકે વરતાવે રે. સ૪ ધ્યાન ધરાવે ધુર્ત પાપ જલાવા, અઘ હરકતને હઠાવે; ભાવ શુદ્ધ દેવ ગુરૂ ધર્મે ભરે, બમણું ભજને બરદાવે છે. સ. ૫ શુદ્ધાચાર શીલા તત્વને સાબુ, વૈરાગ વારી હૂવરાવે, મેલ મલીનતા વિષયાદિ વારી, આતમ ઊજળે કરાવે રે. સ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org