________________
મહારું નિવેદન.
સુજ્ઞ વાચકે, હું કોઈ કવિ અગર વિદ્વાન નથી, પરંતુ શ્રી પૂજ્ય પુરૂષોના આશિર્વાદથી મહારા ક્ષપશમ પ્રમાણે યથાશક્તિ મેં જે જે કાંઈ લખ્યું છે તે તે આત્મપેરણા અને ઉમિથી જ લખ્યું છે. જ્યારે
જ્યારે જેમાં મન પ્રેરાયું ત્યારે ત્યારે તે તે લખ્યું છે-જ્યારે પરમાત્માના ગુણગાનમાં મન પ્રેરાયું ત્યારે જે જે લખાયું તેનું નામ ચૈત્યવંદન-સ્તવનાદિ સંગ્રહ (પહેલો ભાગ) રાખ્યું, અને જ્યારે મહાન પુરૂષાના ગુણગાન પ્રત્યે મન પ્રેરાયું ત્યારે જે જે લખાયું તેનું નામ ગહેલી સંગ્રહ (બીજો ભાગ) રાખ્યું, તેમ જ્યારે આત્મનિંદાનું અને ઉપદેશાત્મકનું લખ્યું તેનું નામ સઝાય-પદ સંગ્રહ (ત્રીજો ભાગ) અને ભજન–પદ સંગ્રહ (ચોથો ભાગ) રાખ્યું. ત્યારબાદ તીર્થંકરાદિક ત્રેસઠ શલાકા પુરૂષની જાણ બાબતનું કાંઈ લખ્યું તેનું નામ વીતરાગ વર્ણન (પાંચમે ભાગ) રાખ્યું અને ઉત્તમ પુરૂષોની જાણ બાબતનું લખ્યું તેનું નામ સાધુ સન્મિત્ર (છઠ્ઠો ભાગ) રાખ્યું તેમ શ્રાવકજનની જાણ બાબતનું કાંઈ લખ્યું તેનું નામ શ્રાવક સન્મિત્ર (સાતમે ભાગ) રાખ્યું-એ પ્રમાણે આ આખું પુસ્તક સાત ભાગથી યોજાયું છે. કાવ્યાદિ તરીકે જે કાંઈ લખ્યું તે આત્માની ઊર્મિ ( કલોલ )થી લખાયું તેથી તે “કાવ્ય કલ્લોલ” અને તેને શ્રી ગુરૂમહારાજના નામની સાથે જોડીને પુસ્તકના દરેક ભાગને “ કપૂર કાવ્ય કલ્લોલ” તરીકે વિભૂષિત કર્યા છે. મેં જે કાંઈ લખ્યું છે તે મેં મારી અલ્પમતિ અનુસારે લખ્યું છે. તેમાં જે કાંઈ શાસ્ત્રવિરૂદ્ધ લખાયું જણાય તે સુજ્ઞ વાચકો સુધારીને વાંચશે. હંસ વૃતિએ ગુણગ્રાહીપણે લાભ લેશે એવી પૂર્ણ આશા રાખું છું. હું મહારી ભૂલને ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં માગું છું. હું તે ગુણ પુરૂષોના પગની રજ છું. આ આખું પુસ્તક મેં મારા માટે જ લખ્યું છે, કોઇના માટે લખ્યું નથી; છતાં જનતાની પુસ્તક તરીકે બહાર પાડવાની ઘણું માગણું અને નાણાની સહાય મળવાથી જનતાના લાભ અર્થે શ્રી સમી જૈન પુસ્તકાલય મારફતે બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકના પ-૬-૭ આ ત્રણ ભાગ તે ખાસ આગમના સારરૂપે (દેહન )ના છે, તેમાં લગભગ ૫૦ થી ૬૦ પુસ્તકને આશ્રય લેવામાં આવે છે. તે દરેક ગ્રંથકર્તા અને પ્રકાશકોને ઉપકાર માનવા સાથે તેમજ શ્રી હરિભદ્રસૂરીશ્વરકૃત મહાદેવ સ્તોત્ર, શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયજીકૃત સંયમબત્રીશી આદિ, શ્રીમદ્દ દેવચંદ્રજીત સીમંધર જિનસ્તુતિ, વીર સદભાવના, શ્રીમદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org