SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનની મંદિરાવલી - - મારવાડ, મેવાડ, મેવાત નામે ઓળખાતા પ્રદેશે આજે રાજસ્થાનમાં સમાઈ ગયા છે પરંતુ પ્રાચીન કાળે આ પ્રદેશ અનેક વિભાગમાં વહેંચાયેલા જુદા જુદા નામે ઓળખાતા હતા. મારવાડને મરુદેશ કહેતા. મારવાડ અને બિકાનેરને ઉત્તરીય પ્રદેશ જાંગલ નામે ઓળખાતો હતો, જેની રાજધાની અહિચ્છત્રપુર હતી, જે અત્યારે નાગેર નામે ઓળખાય છે. એની પાસેના પ્રદેશનું નામ સપાદલક્ષ હતું. આજને જેસલમેરને ભાગ માડ અને તેની પાસે હિસ્સે વલ તેમજ ત્રણ નામે પ્રસિદ્ધ હતો. મેવાડનું નામ મેદપાટ હતું, તેને જ ક્યાંક પ્રાગ્વાટ નામ આપેલું પણ જણાય છે. ચિતડની આસપાસને મુલક શિબિ નામે ખ્યાત હતું, જેની રાજધાની પ્રસિદ્ધ માધ્યમિકા નામે નગરી હતી. અલવરને પ્રદેશ મેવાત નામે ઓળખાતે અને તેને ઉત્તરીય પ્રદેશ કુરુ નામે ખ્યાત હતું. જ્યારે શ્રીમાલભિન્નમાલ, આબુ વગેરેને પ્રદેશ ગુજરાતની અંતર્ગત હતું. શ્રીમાલ-ભિન્નમાલ તે પ્રાચીન ગુજરાતની રાજધાનીનું પ્રસિદ્ધ મુખ્ય નગર હતું. આજના રાજસ્થાન પ્રદેશના ઈતિહાસનિર્માણમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્કૃતિએ અહીંના રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક જીવન ઉપર અમીટ પ્રભાવ પાડે છે; એ ઐતિહાસિક હકીકત છે; છતાં એ સંસ્કૃતિએ અહીં કયારથી પ્રવેશ કર્યો એ સમયનિર્ણય કરવાનું કંઈ જ સાધન નથી. કેટલાક પુરાવાઓ માત્ર કંઈક ઝાંખું અજવાળું પાડી રહ્યા છે. ભગવાન મહાવીર સ્વામીના સમયે મગધ, વિહાર અને તેની આસપાસના ઉત્તર પ્રદેશમાં જેની વસ્તી વિપુલ હતી. પુષ્યમિત્રના ધર્માધ આક્રમણથી જેને અને બોદ્ધોને એ પ્રદેશમાં ઘણું સહન કરવું પડયું હતું. તે પછી શંકરાચાયના સમયે જેનેએ સ્થબ્રાંતર કર્યું હોય એમ પણ લાગે છે. વસ્તુત: રાજકાંતિઓ અને બીજા પરિવર્તનની સાથે જ જૈન મહાજને સ્થળાંતર કરતા મથુરા આદિ પ્રદેશમાં ફેલાઈ ગયા. તે પછી ધીમે ધીમે મારવાડ, મેવાડ અને માલવામાં આવી સ્થિર થઈ ગયા. તેમાંની કેટલીક વસ્તી ચાવડા અને ચૌલુક્ય કાળમાં ગુજરાતમાં આવીને વસી ગઈ– આ અંધાધૂંધીના સમયમાં ઐતિહાસિક પ્રમાણે મેળવવાં શક્ય નથી; કેમકે કેટલાંક મંદિરે ચિત્યવાસીઓના કબજામાં હતાં, તેમાંથી શિલાલેખે મેળવવાની આશા રાખી ન શકાય. છતાં વિરાટનગરમાં રહેલા સમ્રાટ અશોકના શાસન લેખ કરતાંયે પ્રાચીન એવો શિલાલેખ અજમેર જિલ્લાના બડલી ગામથી મળી આવ્યું છે, તેમાં આ પ્રકારે લખેલું છે?— " वीर[]य भग[त] चतुरासिति बास]काये जालामालिनिये रंनिविठ माझिपिके ॥ " આ લેખમાં ઉલ્લેખેલું ૮૪મું વર્ષ જેનેના અંતિમ તીર્થંકર મહાવીરના નિર્વાણુસંવતનું હોવાને નિર્ણય પુરાતત્ત્વવિદોએ જાહેર કર્યો છે. એટલે આ લેખ ઈ. સ. પૂર્વે (પર૭-૮૪=)૪૪૩ને ગણાય. આની લિપિ પણ અશોકના લેઓની લિપિથી પહેલાંની બ્રાહ્મીલિપિ છે. આ રીતે જોતાં ઈ. સ. પૂર્વની પાંચમી શતાબ્દીનો આ લેખ ભારતમાંથી મળી આવેલા સમગ્ર લેખમાં પ્રથમ છે. લિપિશાસ્ત્રના અભ્યાસીઓ આ લેખથી જ અધ્યયનના શ્રીગણેશ માંડે છે. આ ઉપરથી કહેવાને કારણ મળે છે કે, ભગવાન મહાવીરસ્વામીના સમયથી જ આ પ્રદેશમાં જેનેએ પિતાની ૧. આ સંબંધે જુઓ, “અબુદાચલ પ્રદક્ષિણા જેનલેખસંદોહ' નામક પુસ્તકને અમારે લખેલે ઉપધાત. ૨. “ભારતીય પ્રાચીન લિપિમાલા '–પં. ગૌરીશંકર ઓઝાછ. પૃ. ૨-૩. 8. મ. એ. ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણે આ લેખને વીર નિ. સં. ૮૪ ને જ માન્ય છે, ૪. સમ્રાટ અશોક પૂર્વના જૈન સમવાયાંગસૂત્ર'માં તથા તે પછીના “લલિતવિસ્તર ” ગ્રંથમાંથી બ્રાહ્મી ઉપરાંત ઘણી લિપિઓનાં નામે મળે છે; પરંતુ તેને કોઈ લેખ અદ્યાપિ પ્રાપ્ત થયો નથી. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy