________________
૭૬
તરજુ કર્યો છે, તેની પ્રસ્તાવનાના ૧૮ મા પૃષ્ઠ પર લખ્યું છે કે ભદ્રબાહુસ્વામી દક્ષિણ હિન્દુસ્તાનમાં–કર્ણાટક ગયા) તેમાં મહારાજા ચન્દ્રગુપ્ત-અપરનામ
પ્રભાચન્દ્ર” મુનિ પણ ભદ્રબાહુ સ્વામી સાથે હી ચલે ગયે. વહાં જાકર ધર્મકા પ્રચાર કરને લગા.
વિશેષ મૂલ પટાવલીમાં કહ્યું છે કે –
શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામી દક્ષિણ દેશમાં ગયા પછી, મગધ દેશમાં મહાન દુકાળ પડ્યો. મનુષ્ય બહુજ પીડા પામવા લાગ્યા અને સર્વ સ્થલે હાહાકાર વરતાવા લાગ્યો. જેથી પાટલીપુત્રમાં ચતુર્વિધ સંઘ ભેગે થઈ માંહોમાંહે વિચાર કરવા લાગ્યો કે જે ભદ્રબાહુસ્વામો અત્રે હોત તે કાંઈક પણ શાન્તિ વળત, પરંતુ તેઓ તો અહિંયા નથી. તો હવે કેમ કરવું? ત્યારે સર્વ કેઈને મત થયે કે તેઓશ્રીને અત્રે તેડી લાવવા અર્થે આપણે ત્યાં જઈને વિનંતી કરવી.
એ ઠરાવ કરી, ઘણું શ્રાવકે કષ્ટ સહન કરીને જ્યાં ભદ્રબાહુ સ્વામી હતા, ત્યાં પહોંચ્યા. અને તેમને વિનયપૂર્વક વંદણ નમસ્કાર કરીને મગધ દેશમાં પધારવા વિનંતિ કરી. ત્યારે ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે તમારું કથન સત્ય છે, અને મારે ત્યાં અવશ્ય આવવું જોઈએ; પરંતુ આ ભયંકર દુષ્કાળ તે દેશમાં બાર વર્ષ સુધી રહેવાને છે, એટલે ત્યાં ઘણું મુનિઓન નિર્વાહ થઈ શકે નહિ; કેમકે નિર્દોષ આહાર પાણી મળવા મુશ્કેલ થઈ પડે. માટે હું આવી શકું તેમ નથી, તેમજ મેં અત્રે “મહાપ્રાણ” નામના ધ્યાનને પ્રારંભ કર્યો છે. વિશેષમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ એટલું પણ કહ્યું કે આ બાર વર્ષના દુષ્કાળ પછી ચૌદ પૂર્વનું જ્ઞાન વિવેદ જશે એવો વેગ છે.
શ્રી ભદ્રબાહુના ઉપર્યુક્ત મર્મકારી વાથી સુજ્ઞ શ્રાવકે સમજી ગયા કે સ્વામીજીનું આયુષ્ય પણ લગભગ તેટલું જ લાગે છે. એમ સમજી તેમણે વિનંતિ કરી કે – હે ગુરૂદેવ ! આપની પાસે રહેલ અમૂલ્ય તત્ત્વજ્ઞાન રૂપી ખજાને કેઈ મુમુક્ષુ જીવને મળવો જોઈએ. ત્યારે ગુરૂદેવે કહ્યું: હા. કેઈ સરળ, વિનયવંત અને પ્રજ્ઞાવંત સાધુ અહિં આવે, તો હું તેને જરૂર જ્ઞાનરૂપી અમૂલ્ય વાર આપી શકું. આ સાંભળી વિનતિ કરવા આવેલ શ્રાવકો સંતુષ્ટ થયા અને ગુરૂદેવને યથાવિધ વંદન કરી સ્વદેશમાં આવ્યા.
સ્વદેશમાં આવ્યા પછી પુનઃ ચતુર્વિધ સંઘ ભેગો કરી ભદ્રબાહ સ્વામીએ કહેલી સર્વ વાત કહી સંભળાવી. અને વિશેષમાં કહ્યું કે સ્વામીજીનું આયુષ્ય દુષ્કાળ પૂર્ણ થયા પછી વધુ લંબાય તેમ લાગતું નથી; માટે કઈ મુમુક્ષુ મુનિરાજે ત્યાં જઈ અમૂલ્ય તત્વજ્ઞાન રૂપી વારસો હસ્તગત કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org