________________
મુદ્રાનું અવલોકન કરીને, ત્રિકરણ શુદ્ધ આરાધનપૂર્વક હું યાત્રા કરું. આ ઉભરાઓ અવારનવાર આવ્યાજ કરતા; પરંતુ કોઈ અંતરાય કર્મને જેરે મહારી આ ઈચ્છા ફલિભૂત થતી નહિ, છેવટે સં. ૧૯૪૬ની સાલમાં મહારી આ ઈચ્છા બળવત્તર બની, અને તે વખતે મેં લીબડી જઈ બિરાજમાન અનેક સાધુ સાથ્વીના દર્શન સાથે આ પવિત્રાત્માના ચરણામૃતનું પાન કર્યું. ત્યારથી જ મારા હૃદયમાં તે પવિત્રાત્માની છબી કતરાઈ ગઈ હતી. પુનઃ પણ તેઓશ્રીની અભુત વાણી પ્રવાહને લાભ મને વઢવાણ કેમ્પમાં મન્ય; એટલું જ નહિ પણ અમારામાંના કેટલાકની પ્રબળ ઈચ્છાને માન આપી પૂજ્યશ્રીએ પિતાની ઉદારતાને પરિચય કરાવવા બદલ અમને શ્રી ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનની વાંચણી આપી. મને મળેલી વિશ્વાસપાત્ર બાતમી ઉપરથી કહી શકું છું કે પૂજ્યશ્રી પાસે અમૂલ્ય જ્ઞાન દાનનો લહાવો લેવા મારવાડ, મેવાડ, કચ્છ, કાઠીયાવાડ અને ઝાલાવાડના ઘણા સાધુ-સાધ્યો અને શ્રાવક શ્રાવિકાઓ ભાગ્યશાળી થયેલા.
સં. ૧૯૪૬ના જયેષ્ઠ માસમાં ચાતુર્માસ કરવા નિમિત્તે તેઓશ્રી ધોલેરા બંદર પધાર્યા હતા. ચાતુમોસ બાદ તરતમાં જ તેમને પૂર્વ જન્માંતરના કો અશુભ ઉદયે “જવરનો રોગ શરૂ થયું. તે વ્યાધિને દૂર કરવા તેઓશ્રીએ ક૫તી દવાઓને વેગ મેળવી અનુપાન સાથે ઉપયોગ કર્યો; તો પણ શરીર દિનપ્રતિદિન નિર્બળ થતું જતું હતું. આમ શરીરમાં અશક્તિ આવવાને લીધે તેઓશ્રીને ત્યાં રોકાવાની અનિવાર્ય ફરજ આવી પડી હતી. અને તે અરસામાં લગભગ પિષ માસમાં તેઓશ્રીએ શ્રી મણિલાલજી (આ લેખક ) તથા બાળ બ્રહ્મચારી શીવબાઈને પોતાના હસ્તક દીક્ષા આપી હતી. ત્યાર બાદ શરીરમાં કાંઈક શક્તિ પ્રગટ થતાં તેઓશ્રી શિષ્ય સમુદાય સાથે માઘ માસમાં ત્યાંથી વિહાર કરી લીંબડી પધાર્યા હતા. અહિં આવ્યા બાદ તેમનું શરીર વધુ જીણું બન્યું; એટલું જ નહિ પણ આહાર લે તદ્દન આ વખતે અશકય થઈ પડયો હતો. શારીરિક શક્તિ છેકજ ઘટી જવા પામી હતી.
તે વખતે સ્વામીજી પોતાના મન સાથે વિચાર કરવા લાગ્યા કે હવે આ ક્ષણભંગુર દેહન નિર્વાહ થવો મુશ્કેલ છે. વળી આ શરીરને નિર્જીવ થવા જેવાં કેટલાક ચિન્હો બહાર આવ્યા જણાય છે, તો હવે મારા અંતિમ જીવનની સુધારણા માટે અંતરંગ ધ્યાનમાંજ તલ્લીન રહેવું વધુ ઈષ્ટ છે, એમ ધારી તેઓએ મૌન દશા ગ્રહણ કરી. - પૂજ્યશ્રીની સેવામાં વિનય ભક્તિકારક મુનિશ્રી દીપચંદ્રજી સ્વામી, મુનિ શ્રી મોહનલાલજી સ્વામી, મુનિશ્રી નથુજી સ્વામી તથા મુનિશ્રી મણીલાલજી સ્વામી આદિ ઠા. ૪ તથા સાધવીશ્રી કંકુબાઈ, ઉજમબાઈ આદિ આયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org