________________
શોધખોળથી કોઈ વિચિત્ર રીતેજ જુદા પડે છે, પણ તે મેં પુસ્તકમાં બતાવ્યા પ્રમાણે કચ્છ–લાકડીયા, લીંબડી અને ધોરાજીના ગ્રંથ ભંડારમાંની પુરાતન પ્રતનું સ્પષ્ટ પ્રમાણ હાઈમે તેમ કરવા પ્રયત્ન કર્યો છે, અને જે મારી મહત્વાકાંક્ષા બર આવી શકશે તો તે અસલ પ્રતને જેમના તેમ આ ગ્રંથની બીજી આવૃત્તિમાં અગર અન્ય કોઈ પુસ્તકમાં સૂકવા પ્રબળ ઈચ્છા છે. પણ તે પૂર્ણ કરવાનું કામ પરમકૃપાળુ શાસન નાયક શ્રી મહાવીર દેવનું છે, એ ધન્ય પ્રસંગ મારા માટે વહેલો આવે ! એવી મારી ઉત્કટ અભિલાષા છે.
અંતમાં આ પુસ્તકમાં લેખ દ્વારા, વિચારે દ્વારા, અનુભવે દ્વારા, પ્રેરણા દ્વારા, પટ્ટાવલીઓ અને ગ્રંથો દ્વારા સહાયભૂત થનાર લીંબી મેટા ઉપાશ્રયના પૂજ્ય શ્રી ગુલાબચંદ્રજી મ), શ્રી કૃષ્ણજી મ, તપસ્વી શ્રી શામજી મ., વક્તા શ્રી છોટાલાલજી મ., કચ્છ આઠ કેટિ મોટી પક્ષના યુવાચાર્ય શ્રી નાગચંદ્રજી મ. લીંબડી નાના સંપ્રદાયના શ્રી કેશવલાલજી મ. શ્રીમાન પંડિતવર્ય શ્રી કમલજી મ., તથા પટ્ટાવલીઓ પૂરી પાડનાર પ્રત્યેક સંપ્રદાયના શિરોમણિ મુનિવર્યો, એ સર્વને હું આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
ઉપરાંત જેમની શિતળ છાયા વડે, જેમની મહત્કૃપા મારા પર ઉતરી છે એવા પરમ પૂજ્ય ( લીંબડી સંઘવી ઉપાશ્રયના ) મહારા ગુરૂવર્ય પૂજ્ય શ્રી મોહનલાલજી સ્વામીનો અથાગ ઉપકાર મહારાથી વિસરી શકાય તેમ નથી જ.
અંતમાં આ ગ્રંથ મેં મારી સાદી અને મૂળ ભાષામાં લખેલ, તેને સંસ્કારી અને સમૃદ્ધ ભાષામાં ( મુખ્ય ફેરફાર કર્યા સિવાય ) મૂકવા માટે અથાગ પરિશ્રમ સેવનાર અને સુંદર સ્વરૂપે ગ્રન્થને પ્રકાશમાં લાવનાર “સ્થાનકવાસી જૈન ” ( પાક્ષિક ) પત્રના તંત્રી શ્રીયુત જીવણલાલ છગનલાલ સંઘવીને આ સ્થળે હું હાર્દિક ઉપકાર માનું છું. ૐ શાંતિ :
સ્થળઃ વાંકાનેર ચાતુર્માસ છે અષાઢ વદિ અષ્ટમી સં. ૧૯૧ ઈ
લી. જેન ભિખુ મુનિ મણિલાલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org