________________
પ્રસ્તાવના પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે પોતે જે ધર્મને અનુસરતા હોય, તેનો આત્યંત ઈતિહાસ તેણે જાણ જોઈએ, કે જે ઈતિહાસમાંથી સારાસારનો વિચાર પામી, તેમાંથી અલૌકિક અને અભુત આત્મપ્રેરણા મેળવી શકે, એટલાજ માટે પ્રાચીન કે અવોચીન સાક્ષર વિદ્વાનોએ અનેકાનેક એતિહાસિક પુસ્તક લખીને જનતાને સ્વધર્મનું, સ્વધર્મના મહાપુરુષનું યથાર્થ જ્ઞાન આપી સન્માર્ગે વાળવા પ્રયત્ન કર્યો છે.
- ધાર્મિક છે કે વ્યવહારિક શું! મૈતિક શું કે માનસિક શું! આ બધાની ઉન્નતિનો પાયે યા આદર્શ કહિયે તો તે પ્રાયઃ ઈતિહાસ છે. એ સત્યને અનુસરીને જ મેં આ “જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ” લખવાનું સાહસ કર્યું છે, તે કેટલે અંશે સફળ થયું છે તે વિચારવાનું કામ વાચકનું છે.
જૈન ધર્મની ભાવના પ્રાચીન છે, સૌથી પ્રાચીન છે એ બતાવવા અનેક ગ્રંથના અને વિદ્વાનેના અભિપ્રાયે ટાંકીને તે સિદ્ધ કરવા મેં યથાશય પ્રયત્ન કર્યો છે. તે ઉપરથી જનતા સારી રીતે જાણી શકશે કે જૈન ધર્મની ભાવનાએ પુણ્યભૂમિ ભારતવર્ષ પર કેવી મનોરમ્ય ભાવના ઉત્પન્ન કરી છે; પણ સમયના વહેવા સાથે દરેક વસ્તુના પયોય બદલાયા કરે છે તેમ “જૈન ધર્મ ” પણ ક્રાંતિના મહાન શિખરેથી ઉંડી ક્ષીણેમાં કેટલીકવાર અદશ્ય થઈ ગયો છે, જૈનધર્મના સર્વાગ સુંદર અંગે અનેકવાર વ્યાધિઓમાં સપડાયા છે; અને તે વ્યાધિઓની ચોગ્ય ચિકિત્સા કરી, વાઢકાપ આદિ પ્રયોગો વડે વ્યાધિમૂક્ત કરનાર વૈદ-મહાપુરુષો પાકયા છે, જેઓએ સર્વત્ર જેન ધર્મની જયપતાકા ફરકાવી છે.
વધુ પ્રસ્તાવના હું શું લખું? કહિયે તે આ આખાયે ગ્રંથ પ્રસ્તાવ નાની ભૂમિકા રૂ૫ છે. અનેક વર્ષથી મારા હૃદયમાં “જૈન ઈતિહાસ જેવી જાણવા લાયક હકીકતને પ્રકાશમાં મૂકવાને માટે તિવાભિલાષ હતું, કિંતુ કેઈપણ કાર્યમાં જેમ “ ઈશ્વરેચ્છા બલિયસી ” સૂત્રને આગળ ધરવામાં આવે છે તેમ આ ગ્રંથ પર પણ હતું. મારી એ પ્રબળ ભાવનાને ખૂબ ખૂબ વેગ આપનાર, તેને કાર્ય રૂપમાં લાવી મૂકનાર જે કંઈ પણ ચિરસ્મરણિય પ્રસંગ હોય તે તે “ આપણું–સ્થાનકવાસી જૈન સમાજના સાધુ મુનિરાજનું બહસંમેલન.” એ સંમેલનમાં મને અનેક વિદ્વાન, ગીતાથી અને ઈતિહાસજ્ઞ, અનુભવી મુનિ મહારાજેનો ચેગ થયે, એની પાસેથી પ્રેરણા, પટ્ટાવલીઓ, મુખ માહિતી, અને એવી અનેકાનેક ઇતિહાસપ્રસિદ્ધ બીનાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org