________________
ઈ છે જેવું અવરનું, તેવું પોતાનું થાય ૪૧
માને નહિ તો કરી જુઓ, જેથી અનુભવ થાય. રેસાનું વૃક્ષ, ચાર હજાર વર્ષ પૂર્વેનું ઈજીપશીયન મમી યાને મિસર દેશનું મડદુ, આદિ અજાયબી ઉપજાવે તેવાં છે. પ્રાચીન કારીગરીની -નાની મોટી પહેરવા ઓઢવાની ને વાપરવાની ઘણી ઘણું ચીજો ને અનેક જાતના કરિયાણું, સંખ્યાબંધ મૂર્તિઓને પત્થરાની વિવિધ જાતનો સંગ્રહ છે. ઊડતી નજર ફેરવતાં પણ બે કલાક લાગી જાય છે. (૪) જીઓલોજીકલ ગાનડ (ચીડીયાખાનું) અલીપરના પુલ પાસે કીડરપર જતી ટ્રામમાં બેસી ઉતરવું. જોવાની ફી વ્યકિત દીઠ ૦–૧–૦ છે. દેશપરદેશના જીવતા જાનવરોનું મોટું સંગ્રહસ્થાન છે. પક્ષીઓની સંખ્યા અતિઘણું છે. (૪) વીકટોરીયા મેમોરીયલ–તાજમહાલના આકારનું, વિશાળ જગ્યા રોકી બાંધેલું આ મકાન સૌ કોઈનું ચિત્ત આકર્ષે છે. એમાં મહારાણી વિકટોરીયાના વંશજોના ચિત્રો તેમજ ગત લડાઈ ના દ્રવ્યો આદિ છે. જોવાની ફી રૂ. ૦ થી સુધીની છે. દેખાવ ભવ્ય છે. (૫) ત્રણ માઈલ દૂર ગંગાકિનારે વડમાંથી અનેક વડ ફટયાં છે અને તે કબીર વડ માફક વિસ્તર્યો છે.
આ ઉપરાંત કાલીધાનું કાલિકા મંદિર એક ધામ તરીકે ઓળખાય છે છતાં દેવીભોગને નામે બકરા જેવા પ્રાણના બલિદાનથી તેના ગૌરવમાં મશીના ડાઘ લાગે છે. પુનિત ધામ પાયાલયમાં ફેરવાઈ જાય છે. માતાનું મુખ અંધકારમાં પૂરું જણાતું નથી. એમ પૈસાભૂખ્યા ભૂદેવનો ત્રાસ તો ખરો જ. મૂંગ પ્રાણીની રકમાંસના સામે પડેલા લેચાથી વાતાવરણ ભયંકર બને છે ને ચોતરફ બદબો ફેલાય છે. આનું મહત્વ જેને ક્યાંથી સ્વીકારે? જેને માટે એ જોવાલાયક ન જ ગણાય.
ડાકાપદી–એ કલકત્તાની સુંદર સાડીઓ માટે પ્રખ્યાત બજાર છે. જગત મશહૂર શાંતિનિકેતન જેવા જવાનું અહીંથી અનુકૂળ પડે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org