________________
કાજળ ત્યજે ન શ્યામતા, મુક્તા ત્યજે ન શ્વેત, દુર્જન ત્યજે ન કુટિલતા સજ્જન ત્યજે ન હેત..
આમ મધુવનની મીઠી મેજમાં સાત દિન વહી ગયા તે જણાય પણ નહીં. મહા સુદિ ૧૨ ને ઉષાકાળ પથરાતા પૂર્વે તે અમારી મોટર બસે ગિડડીનો માર્ગ લીધે. ચઢાવ ઉતાર તો સિનેમાના ચિત્રપટ સમ દેખાવા ને અદૃષ્ય થવા લાગ્યાં. પથરિયા. ભૂમિ પરના વૃક્ષ નિહાળતાં, દૂર દૂર નજર ફેંક્તાં, સવારની ઠંડીનો અનુભવ લેતાં, આઠ માઈલનો પંથ કાપી બટાકડ નદીના મુલ પર આવી પહોંચ્યા. આ જ સ્થળે પ્રભુશ્રી વીરને કેવલજ્ઞાન થએલું. આજની આ બરાકડકે બ્રાકર નદી તે જ આપણી ક૯પસૂત્રમાં વર્ણવેલી સરિતા પૂર્વે અહીં જુભક ગામને યામાક પટેલનું ખેતર હશે. એ સુવર્ણ કાળે ચરમ જિનને દેહાસને ધ્યાન કરતાં કેવલ્ય પ્રાપ્તિ થઈ હતી. એ પ્રસંગ નેત્ર સામે તરવરવા માંડ્યા. જો કે આજે તો અહીં માત્ર થોડા ઝુંપડા છે ને ત્રણેક માઈલ પર જમક યાને જમગામ છે. ધર્મશાળા મધ્યે ધારવાળું નાનકડું મંદિર, શ્રી મહાવીર દેવના ચરણે અને એક બાજુ બગીચો એટલી જ હાલની સામગ્રી છે, છતાં વાતાવરણ પરમ શાન્તિજનક છે, જેથી અહીં પગ મૂકતાં જ પ્રભુશ્રીનું સાયે છદ્મસ્થ જીવન સ્મૃતિપટમાં તાજુ થાય છે. સાડાબાર વર્ષ પર્યત તપશ્ચર્યા સેવીને આકરા ઉપસર્ગોને સામને સામનો કરનાર એ મહાત્માને આ પવિત્ર સ્થાનમાં જ વિજય પ્રાપ્તિ થઈ. એ ભૂમિન રજકણ પણ પાવનકારી બની. આ પૂનિત ભૂમિથા સ્પર્શથી પગને પાવન કર્તા, દર્શનથી ચક્ષુઓને અહલાદ અર્પતા, અને સ્તવનોથી જિવાને પવિત્ર બનાવતાં અને બાકીના દશ માઈલ જોતજોતામાં વટાવી દીધા. પૂર્વકાળની ગાડાની મુસાફરીને વીસમી સદીની આ ભેં બે કરતી મોટર સાથે શી રીતે સરખાવી શકાય? પણ નિવૃત્તિ, શાન્તિ અને ભાવવૃદ્ધિ તથા સ્થિરતાના માપે જે માપણી કરવાની હોય તે અવશ્ય એ શકટની મોજ ચઢી જય; પણુંએ તે કલ્પનાનો વિષય ગણાય. જેવો યુગ એવા સાધન ! માનવી હૃદયસગવડ ને શીઘતાં શેાધ ત્યાં પછી ગતકાળનાં સંભારણાને શે હેતુ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org