________________
આલસ ત્યજી ઉદ્યમ કરે, ચિત્તમાં કરી વિચાર; સુખી થશે એથી સદા, નહિ તે થશો ખુવાર.
૧૧ઃ
-
-
-
-
-
સુખલાલ તારવાળાનું ભવ્ય દેરાસર છે. કુર્લામાં ચુનાભઠ્ઠી આગળ એક. દેરાસર છે તથા કુલ–આગ્રા રોડ પર એક દેરાસર છે. ઘાટકોપરમાં ભવ્ય કથા રમણીય શ્રી જીરાવાળા પાર્શ્વનાથનું દેરાસર છે. ભાડુંપમાં પણ શિખરબંધી દેરાસર છે. જેને જીર્ણોદ્ધાર હમણું થયો છે. મુલુંડમાં દેરાસર તેમજ ત્યાંના આગેવાન શેઠ વાડીલાલ ચત્રભુજ ચાલુ વર્ષમાં ધારાસભામાં ચુંટાઈ આવ્યા છે. આ બધાયે સ્થળામાં ઉપાશ્રયો તથા કચ્છી, ગૂજરાતી, મારવાડી અને સૌરાષ્ટ્રવાસી જૈન ભાઈઓની વસતિ સારા પ્રમાણમાં છે. મુબઈથી આગ્રારોડ તથા પુના મદ્રાસરોડના કેન્દ્ર પર હાલનું થાણુ વસેલું છે. મુંબઈથી ૨૪ માઈલ પર થાણું ગણાય છે. આ થાણ ભ૦ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળ દરમ્યાન કાંકણું. દેશની મુખ્ય રાજધાનીનું શહેર ગણાતું હતું. શ્રીપાલ મહારાજાનું મસાલ અહિં હતું. અહિંના વસુપાલ રાજાની મદનમંજરી નામની પુત્રી સાથે તેઓએ પાણિગ્રહણ કર્યું હતું. ધવલશેઠ અહિં જ મૃત્યુ પામ્યા હતા. આ શહેરમાં મુખ્યત્વે મારવાડી ભાઈઓની વસતિ છે. બજારમાં માલ પર શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર મંદિર છે. ત્રીજે. મજલે પણ પ્રભુજી બિરાજમાન છે, પાછળ ધર્મશાળા છે. હમણાં આ સ્થાનપર શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર લાખોના ખર્ચે તૈયાર થયું છે. ભ. શ્રી મુનિસુવ્રતસ્વામીનાં ભવ્ય પ્રતિમાજીની–પ્રતિષ્ટા ચાર વર્ષ પર, જ અહિં થઈ છે. મંદિરમાં શ્રીપાલ રાજા, તથા મયનાસુંદરીની પણ ઊભી ભવ્ય પ્રતિમાજી અત્રે મૂકવામાં આવી છે. રંગમંડપની હારના મંડપમાં જૈન ઇતિહાસના ભવ્ય પ્રસંગોને કલાકૃતિ દ્વારા અહિં રજૂ કરવામાં આવ્યા છે. મંદિર ભવ્ય વિશાલ તેમ જ મનોહર બન્યું છે. યાત્રા સ્થળ તરીકે આ સ્થાનનું મહત્ત્વ આથી એર વધી ગયું છે.. મુંબઈની યાત્રાએ આવનારે આ બધા પરાઓનાં જૈન મંદિરની સ્પર્શના અવશ્ય કરવા જેવી છે. તેમાંયે થાણુનાં આ મંદિરની યાત્રા અવશ્ય કરવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org