________________
૩૦૮ હેકામાં હિંસા ઘણું, પાપ તણે સો પુર;
જે સુખ ચાહે છવડા, તો હૈ કો કર દુર. માઈલ દૂર સેગમાં પાર્શ્વનાજીનું દેરાસર છે, તેમજ જયસિંહ પરામાં તથા આઠ માઈલ દૂર હસામપરામાં પણ દેરાસર છે. શ્રાવકોની વસ્તી શહેરમાં સારી છે. વિ. ના તેરમાં સૈકામાં આ શહેર મુસલમાન નોની સત્તામાં હતું. બાદ સીંધીયા સરકારના હાથમાં આવ્યું. હાલ તો મધ્યભારત પ્રાંતમાં આને સમાવેશ થતાં હિંદી સરકારના કબજામાં છે. અહિં ભર્તુહરીની ગુફા, સિદ્ધવડ તથા મહારાજા સવાઈ જયસિંહના વખતની વેધશાળા તેમજ નદીની મધ્યમાં રહેલે મહેલ આ બધાં જોવાલાયક સ્થળ છે. હિંદનું ગ્રીનીચ આ શહેર ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રની દષ્ટિએ લગ્ન કુંડલીનો ટાઈમ ઉજજૈનને મધ્યમાં રાખીને જ ગણાય છે.
મક્ષીજી–ઉજજૈનથી ૨૪ માઈલ દૂર છે. આઈ પી. રેલ્વેનું સ્ટેશન મકક્ષીજી છે. સ્ટેશનથી ગામ ના માઈલ દૂર છે. અહિં મકક્ષ પાર્શ્વનાથનું વિશાલ ગગનચુંબી મંદિર છે, મૂલનાયક પ્રભુના પ્રતિમાજી, શ્યામ રંગના સવા બે હાથના છે. મંદિર નીચેના ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યા હતા. મંદિરની ચોમેર દેરીએ છે. વર્ષો અગાઉ દિગંબરાએ અહિં પણ વિક્ષેપ કર્યો હતો. મંદિર છે. જેના લાખના ખર્ચે બંધાવેલું છે. આ તીર્થને વહિવટ શેઠ આ. ક. પેઢી કરે છે. વિશાલ ધર્મશાળા અહિં છે. ' રતલામ–ભાલવા દેશનું મોટું શહેર રતલામ ગણાય છે. અહિં સુંદર દશ મંદિર છે. જેમાં શ્રી શાંતિનાથજીનું તપાગચ્છનું મંદિર ભવ્ય તથા પ્રાચીન છે. પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયના છે. મંદિરે તીર્થ જેવાં છે. જૈનેની વસતિ સારી છે. જૈન ધર્મશાળા છે.
સેંબાલીયા–રતલામથી ૬ કોશ પર અને નીમલી સ્ટેશનથી નજીકમાં સબાલીયા આવેલું છે. અહિં શાંતિનાથજીનું પ્રાચીન મંદિર છે. પ્રતિમાજી ભવ્ય તથા ચમત્કારિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org