________________
કિરણ ૩૬ મું માલવાના જૈન તીર્થો
ઉજ્જૈન –માલવ દેશ પૂર્વકાળના ઈતિહાસમાં ઉજજયિની નગરી ખૂબ પ્રસિદ્ધ છે. મહારાજા શ્રીપાલના કાળથી માલવદેશને વૈભવ આપણે સાંભળીએ છીએ. શ્રી મયાસુંદરી માલવ દેશના હતા, ભ. શ્રી મહાવીર દેવના કાળમાં ચંડપ્રદ્યોત આ દેશને સ્વામી હતા. મહારાજા વિક્રમાદિત્યે આ ભૂમિ પરથી આ સંસારમાં પોતાનું નામ અમર કર્યું છે. રાજાભોજની સભાના મહા કવિ ધનપાલ તથા જૈનશાસનના
તિર્ધર શ્રી શોભનમુનિ માલવદેશમાં ઉજયિત્નનગરીનાં જ નિવાસી હતા. માલવદેશની મુખ્ય રાજધાની ઉજજયિની નગરી ગણાતી હતી. આ પ્રદેશ અવંતિ દેશનો ગણાતું હતું, ક્ષિપ્રા નદીના કાંઠે આ નગરી વસેલી છે. મહારાજા સંપ્રતિએ આજ નગરમાં રાજ્ય કર્યું હતું. જેન ધર્મની જાહેરજલાલિ તે વેળા અહિં અપાર હતી. આર્યસુહસ્તી ભીના સમયમાં અવંતીસુકમાલે તેમની પાસે દીક્ષા સ્વીકારી હતી. તેઓ ક્ષિપ્રાના કિનારે સ્વર્ગવાસી થયેલા. તેમનાં સ્મરણાર્થે શ્રી અવંતિપાત્ર નાથનું રમણુય જિનમંદિર અહી તેમના પુત્રે બંધાવ્યું હતું. ત્યારબાદ આ મંદિર બ્રાહ્મણોના હાથમાં ગયું. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ કલ્યામંદિરના સ્તંત્ર દ્વારા પ્રભુજીને પ્રગટ કર્યો આજે ક્ષિપ્રાકાંઠાની નજીકમાં અનં-પેઠમાં શ્રી અવંતિ પાશ્વનાથજીનું મંદિર છે. પાસે જૈન ધર્મશાળા છે. શહેરમાં શરાફમાં શ્રી શાંતિનાથજીનું મરડીમાં વાસુપૂજ્ય સ્વામીનું ખારાકુવામાં શ્રી ચિતામણિ પાશ્વનાથજીનું, તેમજ દેરાખડકીમાં, નયાપુરીમાં મંદિર છે. કુલ ૧૫-૧૭ દેરાસરે છે. શહેરથી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org