________________
કિરણ ૩૧ મું
કેસરીયાજી
ઉદયપુરથી લગભગ ૪૦ માઈલ દૂર ધૂલેવા ગામમાં કેશરીયાજી તીર્થ આવેલું છે. કેશરીયાજી આવવા માટે અમદાવાદથી ઇડર થઈને મેટર રસ્તે જવાય છે. ઉદયપુરથી પણ મોટર જાય છે.
લેવામાં શ્વેતાંબર જૈનેની ૪ વિશાળ ધર્મશાળાઓ છે. અહીં શ્રી કેશરીયાનાથનું મંદિર છે.
મૂળનાયક શ્રી આદીશ્વરદાદાની ૩ ફૂટ ઊંચી પ્રાચીન પ્રતિમાજી છે, પ્રતિમાજી પ્રભાવશાળી અને ચમત્કારી હોવાથી આ પ્રદેશના ભીલ કાળીયાબાબા ” તરીકે પૂજે છે. બ્રાહ્મણ, રજપૂત, વાણીયા બધા ભેદભાવ વિના અહીં આવે છે.
સ્વર્ગસ્થ મહારાણા ફતેસિંહજીએ સવાલાખ રૂપિયાની આંગી પ્રભુજીને ચઢાવી હતી. મેગલ સમ્રાટ અકબરે જગદ્ગુરૂ શ્રી હીરવિજય સૂરિશ્વરજીને જેનેના મહાન તીર્થોની રક્ષાના પરવાના આપ્યા હતા તેમાં શ્રી કેશરીયાજી તીર્થને પણ સમાવેશ કર્યો હતો.
આ મૂર્તિ ૧૦૦૦ વર્ષ પહેલા ધૂલેવા ગામથી દુર જંગલમાંથી નીકળી હતી. આ મંદિરનો જીર્ણોદ્ધાર સં. ૧૪૩૧ માં થયાને ઉલેખ છે.
મેવાડના ઉધ્ધારક મહારાણા પ્રતાપના સહાયક દાનવીર કર્મવીર ભામાશાહ કેશરીયાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે.
મૂળનાયકની મુર્તિ પ્રાચીન ગણાય છે. લંકેશ રાવણના સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org