________________
કિરણ આ મું
લોઢવા તીર્થ જેસલમેર પાંચ કેસ લેદ્રવા છે. જેસલમેર પહેલાં દ્રવા મોટું નગર હતું. શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર અહી હતું પણ લડાઈમાં તેને ખૂબ હાનિ પહોંચી ૧૬૭૫ માં ભણશાલી થીરૂશાહે આ મંદિર જીર્ણોદ્ધાર કર્યો. અહીં અનુત્તર વિમાન આકારના પાંચ મંદિર બનાવ્યાં. વચ્ચે એક પાર્શ્વનાથજીનું મોટું મંદિર છે. મુખ્ય મંદિરની બાજુમાં એક સમવસરણની ઉપર અષ્ટાપદ અને તેની ઉપર કલ્પવૃક્ષની ચના બહુ જ સુંદર છે.
મૂળનાયક શ્રી પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ સહસ્ત્રફણાવાળી કહેવાય છે. થીરૂશાહે સિદ્ધાચળનો સંઘ કાઢયો હતો. વળતા પાટણથી ભારેભાર સેનું આપીને બે મૂર્તિઓ લાવ્યા હતા, એક મૂળનાયક તરીકે સ્થાપી. બીજ ઉત્તર પૂર્વના નાના મંદિરમાં સ્થાપી છે. થીરૂશાહ જે રથ સંધમાં લઈને ગયા હતા તે રથ હજી પણ સંભાળી રાખેલ છે. અહીં ત્રણ ઉપાશ્રય તથા ધર્મશાળા છે.
બીકાનેર મારવાડ જંકશનથી ફુલેરા જંકશન અને મેડતા જંકશન થઈ બીકાનેર જવાય છે.
પંદરમી સદીમાં રાવ વિકાએ આ નગર વસાવ્યું છે, અહીં ૧૦૦૦ ઘર જૈન મૂર્તિપૂજકના છે. લગભગ ૩૦ જૈન મંદિરે તેમજ પાંચ જ્ઞાનભંડારો છે યતિઓ અને યતિણીઓ પણ રહે છે. અહીંની સૂતર રેશમની ગુંથવણીવાળી નવકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યતિએ શ્રી પૂજ્યો અહીં રહે છે. દાદવાડી પણ દર્શનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org