________________
૨૮૨ ભાવસ્થિતિનો પરિપાક થયા તવ પંડિત વીયે ઉલ્લસીએ;
ભવ્ય સ્વભાવે શીત ગતિ પામી, શીવપેરજઈને વસીએ.
હાલ નાકોડાજીમાં સુંદર કારીગરીવાળા વિશાળ ભવ્ય અને ઉન્નત ત્રણ મંદિરે છે.
૧ શ્રી નાકોડા પાર્શ્વનાથજીનું મંદિર મેટું, ભવ્ય અને કલાના નમૂનારૂપ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા લગભગ બે ફૂટની છે. પ્રતિભાઓ પ્રાચીન, દર્શનીય અને મનોહર છે.
મંદિરના દક્ષિણ ભાગ તરફ બે ભોંયરાં છે. તેમાં જુની મૂર્તિઓ મળે છે.
૨ બીજું મંદિર શ્રી ઋષભદેવજીનું છે. આ મંદિર લક્ષ્મીબાઈએ બંધાવેલું હોવાથી લક્ષ્મી લચ્છીબાઈનું મંદિર કહેવાય છે. શ્રી આદિનાથની મૂર્તિ લગભગ ત્રણ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિ છે. બંને બાજુએ બે ફૂટની બદામી રંગની સુંદર પ્રતિમાજીઓ છે.
" આ મંદિરની બે દંતકથાઓ છે. લક્ષ્મીબાઈની પાસે અઢળક લક્ષ્મી હતી. પુત્ર હતો નહિ. તેણે સુંદર કલામય મંદિર બંધાવ્યું અને ૧૫૬૮ માં તપાગચ્છીય આચાર્ય શ્રી હેમવિમળસૂરિજીના હાથે શ્રી ઋષભદેવજીની સુંદર પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી.
બીજી દંતકથા એવી છે કે નણંદ ભોજાઈ પાણી ભરવા ગયાં હતાં. નણંદે જલ્દી જલ્દી પાણી ભરવા માંડયું; ભાભીએ મશ્કરી કરી કે બહેનજીને તે મંદિર બંધાવવા હશે કે જદી જલ્દી પાણી ભરી ચાલ્યા; બસ નણંદીને તે લગની લાગી ચેવિહારો અક્રમ કર્યો. અધિષ્ઠાયકે વન આપ્યું અને ઉત્તમ શિલ્પકારોને બોલાવી મંદિર બંધાવ્યું.
- ૩ ત્રીજું મંદિર શ્રી શાંતિનાથજીનું છે. આ મંદિર ઉંચા ભાગમાં બન્યું હોવાથી દૂર દૂરથી દર્શન થાય છે. આ મંદિર શેક ભાલાશાહે બંધાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org