________________
૨૭૮ કહા કરે કિરતાર, ભૂલ કરે પરવીત;
મુરખ કુ સંપત્તિ દીઈ પંડિત સંપત્તિ હીન. પહાડ છે. જાલેર સુવર્ણગિરિની તલાટીમાં વસેલું કિલ્લેબંધ સુંદર શહેર છે.
જાલેરમાં કુલ ૧૧ ભવ્ય જનમંદિર છે. શ્રી આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી આ ચાર મંદિરે તપા વાસમાં આવેલા છે. ખરતર વાસમાં પાર્શ્વનાથજીનું, ખાનપુરા વાસમાં મુનિસુવ્રત સ્વામીનું, ફેલાવાસમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું, કાંકરી વાસમાં શ્રી પાર્શ્વનાથજીનું અને માણેકચોક પાસેથી લધુ પિશાલમાં જીરાવલા પાર્શ્વનાથનું એમ કુલ નવ મંદિરે શહેરમાં છે. એક સૂરજ પિળની બહાર શ્રી ઋષભદેવનું અને શહેરથી પશ્ચિમ તરફ પિણું ભાઈલ ઉપર શ્રી ગોડી પાર્શ્વનાથજીનું એક મંદિર છે, બધાં મળી ૧૧ જિન મંદિર છે. અસલી નામ જાવાલીપુર હતું.
સુવર્ણગિરિને સેવનાગઢ અને જાલેરનો ગઢ કહે છે. આ સુવગિરિ ઉપર વિક્રમાદિત્યની ચોથી પેઢીએ થયેલ નાહડ રાજાના સમયમાં શ્રી મહાવીર સ્વામીનું મનહર મંદિર બન્યું હતું, તેને યક્ષવસિડ” કહેતા હતા.
કહેવાય છેઅહીં કોડપતિ સિવાય કોઈ શ્રેઠી રહી શકતા નહિ. બધા ક્રોડપતિઓ જ હતા.
વળી મહારાજા કુમારપાળે કુમાર વિહાર યા પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય બાવન જિનાલય બંધાવ્યું હતું. તેની પાસે અષ્ટાપદનું મંદિર હતું. પણ મુસલમાનના વખતમાં સુવર્ણગિરિના મંદિરે ખંડિત કર્યા. છેવટે જોધપુરના રહેવાસી જાલેર રાજ્યના મહામંત્રી જયમલજી મુણો તે સં. ૧૬૮૧ માં અંજનશલાકાઓ કરાવી સુવર્ણગિરિ ઉપર પ્રતિષ્ઠા કરાવી. - નેત્રત્ય તરફના છેડાથી ગઢ ઉપર જવાને રસ્તે છે. ચાર મેટા દરવાજાની અંદર પગ મૂકતાં ચીઠ્ઠી આપવી પડે છે તે ચીકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org