________________
૨૬૦
કામ ક્રોધ મદ લોભકી, જબ લગ મનમેં ખાણું; કહા મૂખ કહી પંડિતા, દોને એક સમાન,
-
1
અચળગઢ દેલવાડાથી સીધી સડકે અચળગઢ જવાય છે. અચળગઢ ગામ ઊંચી ટેકરી ઉપર છે. આ પર્વત ઉપર અચળગઢ નામનો કિલ્લો છે.
અહીં ગુર્જરેશ્વર કુમારપાલનું બંધાવેલું મંદિર છે. આ મંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પરિકરવાની મૂર્તિ છે. પહેલાં અરિઇનેમિ બિરાજમાન હતા-પછી મહાવીરસ્વામી હતા ત્યારપછી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે. મંદિરનો રંગમંડપ બહુજ સુંદર અને વિશાલ છે. મંદિરની બહાર ભમતીની દિવાળમાં અનેક દ્રશ્યો દર્શનીય છે.
શાંતિનાથ ભગવાનના મંદિરની સામે અચલેશ્વર મહાદેવનું મંદિર છે. તેના દરવાજા ઉપર મંગળ મૂર્તિના સ્થાનમાં તીર્થકર ભગવાનની ખોદેલી મૂર્તિ છે. પહેલા આ જૈન મંદિર હશે તેમ લાગે છે.
કારખાનાથી ઉપર જતાં શ્રી આદિનાથ ભગવાનનું નાનું મંદિર આવે છે. મંદિરની પ્રદક્ષિણમાં ૨૪ દેરીઓ તથા ચકકેશ્વરીની દેરી છે. એક દેરીમાં પરિકરવાળ શ્રી કુષ્ણુનાથ ભગવાનની પંચતીર્થીની મૂર્તિ છે
અચલગઢના ઊંચા શિખર ઉપર શ્રી આદિનાથ ભગવાનું બે માળનું ગગનચુંબી વિશાળ મંદિર છે. આ મંદિર રાણપુરના બેનમૂન મંદિર બંધાવનાર ધરણુશાહના મોટા ભાઈ રતનશાહના પૌત્ર સહસાએ સં. ૧૫૬૬ માં બંધાવી પ્રતિષ્ઠા કરાવેલ છે. - બીજા માળમાં બૌમુખજી છે. નીચેના માળથી ઉપર જવાના રસ્તામાં આરસની સુંદર દેરી છે તેમાં શ્રી જબુસ્વામી, વિજયદેવસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org