________________
પ્રભુ ચરણ પ્રભુ ભજન બિન ફિર જન્મે સંસાર; ૨૪૯ એક દિન મરના એસા , સમરે સહુ સંસાર.
પ્રગટ થયેલા છે. તીર્થસ્થળ સુંદર છે. અહિંની હવા અનુકૂળ છે. સ્થાન એકાંત છે, વૈશાખ સુદ ત્રીજને અહીં મોટો મેળો ભરાય છે. અહીંની પેઢીની વ્યવસ્થા સારી છે. અંકલેશ્વર. સીનેર ભરૂચ, આદિ સદગૃહર દ્વારા પેઢીનો વહીવટ ચાલે છે. અહીંથી અંકલેશ્વર ૧૪ માઈલ થાય. અંકલેશ્વરમાં શ્રાવકાની વસતિ તથા દેરાસર અાદિ છે.
સુરત મહાગુજરાતનું પ્રાચીન શહેર સુરત જૈન ઈતિહાસમાં ધનસમૃદ્ધ તરીક સુપ્રસિદ્ધ ગણાતુ હતું. સુરતનું સુર્યપુર છે. વિ. ના ૧૫મા સૈકામાં આ શહેર વસ્યું ત્યારથી જૈન શ્રીમંતોએ અને જૈન ઝવેરીઓએ આ શહેરને દરેક રીતે વિકસાવ્યું છે. ગોપીપરૂં એ સુરત જૂનામાં જુનું પરૂં ગણાતુ હતું. આ વિભાગમાં શહેરના જન નાણાં વટીઓની સારી પ્રતિષ્ઠા હતી, આ સુરતે ચડતી-પડતીના ઘણું રંગ અનુભવ્યાં છે. એ સમૃદ્ધ પણ બન્યું છે, અને પાયમાલ પણ થયું છે છતાં પોતાના બલથી પાછું આ શહેર ઉભું થયું છે, રાજકીય, વ્યાપારીય તથા અંધાધુધીના સમયની અનેક ક્રાંતિઓમાંથી પણ તે ૫સાર થયું છે.
સુરતને પ્રાચીન ઇતિહાસ:-વિ. ને પંદરમાં સેકામાં સુરત ફરીથી સ્થપાયું. ને પહેલાં સુરત અતિહાસિક શહેર હતું. મહારાજા સંપ્રતિના કાળમાં સુરતની બાજુમાં રાંદેર ગામમાં દેરાસરે બંધાયાના ઉલ્લેખ પરથી આ સ્થાન કેટકેટલું પ્રાચીન હશે એ કલ્પી શકાય છે. વસ્તુપાલ-તેજપાલના સમયને તેમણે બંધાવેલા જિનમંદિરે અહિં વિદ્યમાન છે. શીવાજીના વખતે સુરતની સમૃદ્ધિથી આકજોઈ મરાઠા સૈન્યએ સુરત પર આક્રમણ કર્યું હતું. એમ ઈતિહાસ કહે છે. હિંદમાં વાલંદાની પહેલ-વહેલી વ્યાપારી કોઠી સુરતમાં નંખાયેલી હતી. સુરતનાં જૈન મંદિર, ઉપાશ્રયે, જ્ઞાનભંડારો, એ ખરેખર સુરતની જન પ્રજાની ધર્મ સમૃદ્ધિ, શ્રદ્ધા તેમજ ભક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org