________________
કહા ભયે ઘર કંડ છે, તો ન માયા સંગ, ૨૧૫ આ સર્પ તજે જેમ કાંચળી, વિષ નહિ તો અંગ. આદિનાં ગ્રંથ, શુદ્ધ, સુંદર તથા વ્યવસ્થિતપણે સંપાદિત કરી પડતર કિંમતે સમાજમાં પ્રચારવાની પહેલી જરૂર છે. મહેસાણું આ દૃષ્ટિએ વિદ્યાનું પણ કેંદ્ર છે. આયંબીલખાતું પણ સંધ તરફથી અહિં ચાલે છે. શ્રાવકોના ૧૫૦ થી ૨૦૦ ધર અહિં ગણાય છે. મહેસાણાથી ૫ ગાઉ દૂર લીંચ ગામ પણ શ્રાવકાની વસતિવાળું છે. રમણીય દેરાસર તથા ભવ્ય ઉપાશ્રય ત્યાં છે, મહેસાણાથી પાટણ જતાં ધીણેજ, પાચોટ આદિસ્થાન પણ સુંદર મંદિર ઉપાશ્રયો આદિથી રમણીય છે. મહેસાણાથી સિદ્ધપુર લાઈનમાં ઉંઝા પણ શ્રાવકેની વસતિવાળું ભવ્ય મંદિર તથા ઉપાશ્રયવાળું શહેર આવેલું છે.
વડવગર–પૂર્વકાળમાં આનંદપુર તરીકે જૈન ઈતિહાસમાં સુપ્રસિદ્ધ સ્થાન આજે વડનગરના નામે ઓળખાય છે. આ નગરમાં ધ્રુવસેન રાજાનાં પુત્ર મરણના શકનું નિવારણ કરવા શ્રીસંઘ સમક્ષ સવપ્રથમ કલ્પસૂત્રનું વાચન શરૂ થયેલું. આ પ્રસંગ ભ૦ શ્રી મહાવીરે દેવના નિર્વાણ બાદ ૯૯૩મા વર્ષમાં બન્યો છે. એટલે કે વિ. સં. ના ૬ ઠ્ઠા સૈકાની શરૂઆતમાં વડનગરમાં આ ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. આ સમયે વડનગર ઈતિહાસ પ્રસિદ્ધ હતું. એ પ્રતીત થાય છે. વર્તમાન અવસર્પિણકાળમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીનાં શાસનમાં શ્રી શત્રુંજ્ય મહાતીર્થની તલાટી આ વડનગરમાં હતી. એમ વિ. સં. ૧૫ર ૫ માં રચાયેલા એક સ્તવનના આધારે કહી શકાય છે. આજે આ એતિહાસિક સ્થળે સુંદર આઠ જેન મંદિરો છે. આમાંનાં કેટલાંક તો વિશાળ ચોકવાળા ભવ્ય અને રમણીય છે. ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીનું હાથીવાળું દેરાસર અતિશય પ્રાચીન, વિશાળ તથા અદ્દભૂત છે. શ્રાવકનાં ઘરો અહિં છે. ઉપાશ્રય પણ છે. આયંબીલખાતું ભોજનશાળા અહિં છે; વડનગરા નાગરોની ઉત્પત્તિનું આદિસ્થાન આ મનાય છે. આ બધા નાગરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org