________________
પશુકી હેત પનીઆ, નરકા કછુ નહિ હોત; સ્વ8
નર જે કરણ કરે છે, નરકા નારાયણ હેત. સાણાથી મણુંદરેડ થઈ હારિજ જતી રેલ્વે લાઈનમાં ચાણસ્મા સ્ટેશન આવેલું છે.
મહેસાણા-અમદાવાદથી દીલ્હી જતી મેઈન રેલવે લાઈનમાં મહેસાણા ગુજરાતનું કેન્દ્ર ગણાતું જંકશન સ્ટેશન છે. પાટણ બાજુ, વીરમગામ બાજુ જતી બે લાઈન તથા તારંગા, વડનગર જતી રેલ્વે લાઈન અહિંથી નીકળે છે. સ્ટેશનથી ગામનું બજાર શરૂ થાય છે. સ્ટેશન પર પણ જૈન ધર્મશાળા, જૈન પ્રવાસીઓ માટે ઉતરવાને સારુ વિ. સં. ૧૯૯૯ ની સાલમાં તૈયાર થયેલી છે. શહેરમાં જતાં બજાર વચ્ચે ડાબા હાથે વિશાલ જિનમંદિર આવેલું છે. તે દરવાજાની અંદર એક ઉલંઘીને જતાં પૂર્વાભિમુખ દેરાદર છે. દેરાસરની બહાર પણું વિશાલ ચોક છે. મંદિર બે માળનું તથા ભોંયરાવાળું ભવ્ય અને રમય છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ તથા શ્રી સુમતિનાથજી છે. આ સિવાય ન્હાના મોટા ભળી બીજા ૮ દેરાસરો અહિં છે. દેરાસરને વહિવટ શ્રી સંધ તરફથી સુધારા ખાતાની પેઢીના નામે ચાલે છે. બજારની મધ્યમાં આલિશાન ઉપાશ્રય છે. ત્રણ માળનો આ ઉપાશ્રય બરાબર શહેરની વચ્ચે બજારના ચેકમાં છે. ગામમાં યાત્રાળુઓ માટે ધર્મશાળા, સેનેટેરીયમ, ભોજનશાળા આદિની વ્યવસ્થા છે. ધર્મશીલ પરમ શ્રદ્ધાળુ શેઠ વેણચંદ હસ્તક સ્થપાયેલી શ્રી યશોવિજયજી જન પાઠશાળાનું મકાન, બજારમાં સ્ટેશન રોડ પર આવેલું છે. આ પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન, શિક્ષણ તથા સંસ્કારેનું સિંચન થાય છે. સંસ્કૃત, વ્યાકરણ. પ્રકરણ, આદિ તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપવાપૂર્વક, ધાર્મિક ક્રિયાકાંડે પ્રત્યે વિદ્યાથી માનસમાં શ્રદ્ધા તથા સુરૂચિ ઉત્પન્ન થાય તેવું વાતાવરણ જગાડનારી આ સંસ્થા હિંદભરમાં એક જ છે. અત્યારસુધી સંસ્થામાંથી શિક્ષણ લઈને વિદ્યાર્થીઓમાંથી કેટલાકેએ સંયમ માર્ગ સ્વીકાર્યો છે. કેટલાક ધાર્મિક શિક્ષક, પરીક્ષા આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org