________________
૨૧૨ નામ રહંતા ઠાકરા, નાણું નહિ રહેત;
કીતિ કેરા કોટડા, પાડવા નહિ પડંત. ગણાય છે. સિદ્ધપુરનો રૂદ્રમહાલ ઇતિહાસમાં પ્રસિદ્ધ હતો. આજે તે એના અવશેષો જ કેવલ રહ્યા છે. શહેરમાં વહેરા કામની વસ્તી ઘણું છે. જેઓ પરદેશમાં મહેટા વહેપાર ખેડનારા સાહસિહ વ્યાપારીઓ ગણાય છે. અમદાવાદથી દીલ્હી જતી મીટર ગેઈજ રેલ્વે લાઈનમાં સિદ્ધપુર સ્ટેશન આવેલું છે. સ્ટેશનથી જ ગામ તથા તેના રસ્તાઓ શરૂ થાય છે. એકંદરે ગામ રળીયામણું છે.
ચાણસ્મા–ગૂજરાતના અણહીલપુર પાટણથી ૬ ગાઉ દૂર ચાણસ્મા ગામ આવેલું છે. ગામમાં શ્રાવકેના લગભગ ૩૦૦ ઘર છે. શ્રાવક ધર્મની રૂચિવાળા તથા ભાવિક છે. શ્રાવિકાની વસતિ વચ્ચે ગગનચુંબી ભવ્ય જિનમંદિર આવેલું છે. મંદિરમાં મૂળનાયક શ્રી ભટેવા પાર્શ્વનાથજીના વેળમય ન્હાના પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવિક છે. આ પ્રતિમાજીની પ્રાચીનતા માટે એક ઉલ્લેખ એ મુજબને પ્રાપ્ત થાય છે કે, “અહિં ચાણસ્મામાં રહેતા રવિચંદ નામના દરિદ્ર શ્રાવકને સ્વપ્નમાં પ્રભુજીના અધિષ્ઠાયક દેવે પિતાનું સ્થાન કર્યું. હવારે શ્રાવકે ભકીયાર ગામની પાસેના ખેતરમાંથી આ પ્રતિમાજીને લાવીને અહિ પધરાવ્યા, અને વિ. સં. ૧૫૩૫માં પ્રભુજીની મંદિરમાં તેણે પ્રતિષ્ઠા કરાવી. આ પહેલાં પણ આ સ્થાને ભટેવા પાર્શ્વનાથજી હતા. તે લેખ પણ મળી રહે છે. જેમાં લખાણ છે કે, “જયંત નામના શ્રાવકે સસરાના ગામ ચાણસ્સામાં વાસ કરી વિ. સં. ૧૩૩૫માં શ્રી અચલગચ્છીય અજિતસિંહ સૂરિના ઉપદેશથી અહિં ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું, અને પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યો. આ રીતે ચાણસ્મા ગામ અતિહાસિક છે. દેરાસર વિશાલ છે, બાજુમાં ઉપાશ્રય છે. જ્ઞાનમંદિર, ધર્મશાળા ભોજનશાળા તથા આયંબીલ ખાતુ આદિ ધર્મસ્થાને અહિં આવેલાં છે. દેરાસરજીમાં ૧૩ મી સદીનું પ્રાચીન પરિકર દર્શનીય છે. સ્ટેશન પર ધર્થશાળા તથા ગુરૂમંદિર છે. મહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org