________________
અવગુણ ઉપર ગુણ કરે, એ સજ્જને અભ્યાસ; ૧૭
જે સુખડ સળગાવીએ, આપે સરસ સુવાસ. મંદિરની નીચેથી ત્રણ ઝરણું જાય છે. આ ઝરણું દિવસ–રાત વહે છે.
તીર્થ ચમત્કારી છે. ધ્યાન સાધના માટે સુપસિદ્ધ છે. અહીં શ્રી ગુણવાચા ઓસવાળા વીરમશાહને ધરણેન્દ્ર મંત્રની સાધના કરાવી હતી. ધરણેન્દ્રની મૂતિ ઉપર પાશ્વનાથની મૂર્તિ બનાવી સુંદર જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવવાથી તેની મનેકામના પૂર્ણ થઈ હતી.
કહેવાય છે કે વખતે રાણું પ્રતાપ હારીને નિરાશ થઈ ગયા હતા તે વખતે શ્રી લક્ષ્મીસાગરસૂરીએ તેને ઘરોંદ્રપાર્શ્વનાથનું ધ્યાન ધરવા પ્રેરણું કરી. શ્રદ્ધાથી પ્રતાપે સાધના કરી. થેડા જ વખતમાં દાનવીર ભામાશાહે અનર્ગલ ધન આપ્યું અને પ્રતાપ બાવન કિલ્લા તથા ઉદેપુર જીત્યા. તેણે પણ જીનાલયનો જીણોદ્ધાર કરાવ્યું. આજે પણ આ તીર્થ અને મતિ ચમત્કારી ગણાય છે.
હાઈ-દર્ભાવતી પંચાસરા ગુજરાતના અતિ પ્રાચીન મહાતીર્થ શ્રી શંખેશ્વરજીની આજુબાજુ અનેક પ્રાચીન તીર્થસ્થાપના આવેલાં છે. જેમાં પંચાસરા મુખ્ય ગણાય છે. ગુજરાતના પ્રાચીન શહેર પાટણને વસાવનાર વનરાજ ચાવડાને જન્મ આ પ્રદેશમાં થયો હતો. જૈનાચાર્ય શીલગુણસુરિજીના સદુપદેશથી વનરાજે પાટણ શહેરમાં પચાસરા પાર્શ્વનાથના ભવ્ય પ્રતિમાજી પધરાવ્યા હતા. તે સમીપનું આ એતિહાસિક સ્થાન છે આજુબાજુમાં પ્રાચીન અવશેષે મલી આવે છે. આજે અહિં સુંદર નાનકડું જિનમંદિર છે. બે ઉપાશ્રય છે. અને શ્રાવકના લગભગ ૧૫-૨૦ ઘરા છે. શંખેશ્વર અહિંથી ૫ ગાઉ થાય છે.
વડગામ પંચાસરાથી ૩ ગાઉ દૂર અને દસાડાથી ૨ા ગાઉ ઉચા ટેકરા પર વગામ આવેલું છે. આ ગામમાં શ્રી આદીશ્વર ભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org