SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કિરણ ર૫ મું અિતિહાસિક સ્થળે અમદાવાદ જેમ જેતપુરી છે, તેમ ઉદ્યોગો તથા વ્યાપાર વ્યવસાયના મથક તરીકે પણ અમદાવાદ શહેર ગણાય છે. કાપડની સો લગભગ નહાનીમોટી મીલો આજે અમદાવાદમાં શહેરના પૂર્વ ભાગના લત્તામાં તથા જમાલપુર, રાયખડ વગેરે સ્થળોમાં છે. સમગ્ર ભારતમાં આખા એશીયાભરમાં કાપડ ઉદ્યોગમાં અમદાવાદને નંબર પહેલો આવે છે. આ બધા ઉદ્યોગો, વ્યાપાર, આદિના કારણે દિનપ્રતિદિન અમદાવાદની વસતી વધતી જ જાય છે. ગઈકાલ સુધી ૨ લાખની વસતીવાળા ગણાતાં આ શહેરની આજે લગભગ ૮ લાખની માનવવસ્તી ગણાય છે–ઠેઠ રામનગર, સાબરમતીથી માંડી મણિનગર સુધી ઉત્તર-દક્ષિણ તેમજ પશ્ચિમમાં વાડજ–સરખેજ સુધી આજે અમદાવાદની હદ ગણાય છે. આ હદમાં માદલપુર, કોચરબ, પાલડી નવરંગપુરા, આદિ કેટલાયે ગામડા હાલ અમદાવાદમાં સમાઈ ગયા છે. જોવાલાયક સ્થળે ઈતિહાસ તથા કારીગરીની દૃષ્ટિએ આજે અમદાવાદ શહેરમાં ઘણી પ્રાચીન ઇમારતો જોવા મળે છે. દાખલા તરીકે ત્રણદરવાજ, ભદ્રનો કિલ્લો, આઝમખાંનો મહેલ–જે ભદ્રની પોસ્ટ ઓફીસ છે, લાલ દરવાજા આગળ સીદીસૈયદની મરજીદની જાળીઓ, રાણી રૂપમતીની ભજીદ, મીરઝાગુર, બાદશાહને હજીરો, માણેકચોક, શાહઆલમને રાજે આસ્ટેડીઆ, સ્વામીનારાયણનું મંદિર, સરખેજની મદે, અમદાવાદથી ઉત્તરે આઠ ગાઉ ઉપર અડાલજ ગામના નાકા પરની પ્રસિદ્ધ વાવ, પાશ્ચાત્ય શિક્ષણ માટે અનેક કોલેજે અમદાવાદની પશ્ચિાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy