________________
- ૧૫૮ હું કરૂં આ મેં કર્યું, એમ માનવી મલકાય છે;
પાપના પાલા ભરી, પાપી ખરે પસ્તાય છે. વિલાશ ચેક આ બધું ખરેખર મંદિરની અલૌકિક શોભામાં વધારે : કરી રહ્યું છે. આજે લાખો ખરચવા છતાં આટ-આટલા છેલા
સાધના યુગમાં પણ આવું વિશાલકાય ભવ્ય દેવમંદિર બની શકે કે કેમ ? એ જ્યારે કપનાનો વિષય છે, ત્યારે તે કાળમાં ધર્માત્મા - ઉદારચરિત શેઠશ્રી હઠીભાઈ આવું સુંદર મંદિર તૈયાર કરાવ્યું. એ
ખરેખર ભક્તિ, ભાવના તથા ઉદારતાનો ત્રિવેણી સંગ હોય તો ન જ બની શકે, આ દેરાસર હડીભાઈએ વિ. સં. ૧૮૪૮માં બંધાવ્યું છે.
અમદાવાદ શહેરમાં પિળની પિળો એવી છે કે જેને જોતાં એમ જ લાગે કે જાણે શત્રુંજય ગિરિરાજની ટૂંકેની ટૂં કે અહિં ઉભી છે. જ્યાં જશે ત્યાં જિન મંદિરે આપણું નજરે પડે છે. ઝવેરીવાડનો આખો લત્તો જિન મંદિરેથી ભરચક છે. એ કહી આપે છે કે, તે કાલે એટલે કે આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં અહિં વસનારા શ્રી વીશા ઓશવાળ જૈન પ્રહસ્થ કેટ-કેટલા ભકિતભાવિત તથા ઉદાર દિલ તેમજ ધર્મશીલ હતા!
ઝવેરીવાડ-વાઘણુ પિળમાં નાકા પર શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર બાવન જિનાલયનું છે. આ મંદિર શેઠ હેમાભાઈ વખતચંદે બંધાવ્યું છે. પાલીતાણા શત્રુજય પર નવ ટુંકમાં હેમાભાઈ શેઠની જે ટુંક ગણાય છે, તે ટુંક બંધાવનાર અમદાવાદના નગર શેઠ કુટુંબ નબીરા, શેઠ હેમાભાઈ એ ૧૮૯૨ માં ટુંક બંધાવી અને ૧૮૮૬ માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધગિરિજી પર કરાવી, એ અરસામાં આ દેરાસર બંધાવ્યું છે, એમ જણાય છે.
વાઘણપોળનું આ દેરાસર ભરચક વસતિમાં આવેલું છે. બાવન * જિનાલયની અપેક્ષાએ જગ્યા સાંકડી હોવા છતાં દેરાસર રમણીય લાગે - છે. મૂળનાયકની અજિતનાથ ભગવાનનાં પતિમાજી ભવ્ય મને ૨૨ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org