________________
મનમાં મરડાઈને તું, મુરખ શીદ મલકાય છે; ૧૫૫"
પ્રબલ સત્તા દેવની ત્યાં, ધાર્યું કાનું થાય છે. છે. ઈ. સ. ૧૪૧૧માં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેરનો પાયે નાંખ્યો હતો. ઈતિહાસ કહે છે કે, બધા મુસ્લીમ બાદશાહમાં અહમદશાહ બાદશાહ ભલે, ન્યાયી તથા ભવિત્ર હતો. બાદશાહના સમયમાં રાજધાની અમદાવાદને પ્રદેશ ખૂબ વિસ્તૃત હતો. ઉત્તરે મારવાડ- - નાગર, પૂર્વમાં ભોપાલ, દક્ષિણમાં મુંબઈની પેલી બાજુ અને પશ્ચિ મમાં સૌરાષ્ટ્ર. આ રીતે એમેર અમદાવાદના બાદશાહની સત્તા ફેલાયેલી હતી. દક્ષિણનાં પાંચ રાજ્યો અમદાવાદને ખંડણું ભરતાં હતાં. ઈતિહાસ
અમદાવાદના સ્થાને પહેલાં ઘણી વસતિવાલું આશાવલ (અસારવા તરીકે આજે ઓળખાતું) શહેર હતું. સિદ્ધરાજના પિતા કહ્યું. દેવે તેને વસાવી કર્ણાવતી નામ આપ્યું હતું. વિ. ના ૧૨ માં સૈકામાં. કર્ણાવતીની જાહેરજલાલી ચોમેર ફેલાયેલી હતી. પરંતુ અમદાવાદ વસવા સુધી એનું નામ આશાવલ રહ્યું. અને અમદાવાદ વસ્યા પછી તે એના પરા તરીકે ગણ્યું. અમદાવાદનો વૈભવ સમગ્ર એગીયામાં ફેલાયેલો હતો. અમદાવાદની હુંડી દુનિયાના બધા.. બજારમાં સ્વીકારાતી. અમદાવાદના વ્યાપારી મહાજનને પ્રભાવ એટલે સખ્ત પડતો કે, એના અવાજને દીહીના. બાદશાહે માન આપતા હતા.
અમદાવાદની જાહોજલાલીને પણ કાળબળની અસર પહોંચી, મુસલમાન અને મરાઠાઓના વિગ્રહકાળમાં અમદાવાદે ઘણું ઘણું સહન કર્યું છે. એ કાળમાં અમદાવાદનો વૈભવ ગૂંથાઈ ગયે, હાલ આપણે જે અમદાવાદ જોઈએ છીએ, તે અસલનું બાદશાહી અમદાવાદ નથી. આજથી ભસે વર્ષ પહેલાં અમદાવાદ જુદુ જ હતું. એની ચારે બાજુ ફરતાં લીલાંછમ બગીચાઓ હતાં. અનેક ધનપતિઓઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org