SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૪૪ નિંદા સ્તુતિ નવ ગણો, હઈડે રાખી હામ; સર્વનું શુભ ચાહીને, કર તું તારું કામ. આજે અહિં એક જ વિશાળ વંડામાં પાંચ દેરાસરો છે. મુખ્ય દેરાસરજીમાં શ્રી આદીશ્વર ભ. મૂલનાયક છે. મોટે સુંદર ભોયરું છે, ભયરામાં અમીઝરાં પાશ્વનાથજીની પ્રતિમાજી બહુ જ સુંદર, પ્રસન્ન તથા તેજસ્વી છે. આ દેરાસરની લાઈનમાં બીજા બે દેરાસરમાં શ્રી શાંતિનાથજી ભ. તથા શ્રી સંભવનાથજી ભ. ભૂલનાયક છે, તેમ જ વંડામાં પેસતાં જમણું બાજુએ ઊંચાણમાં બે દેરાસરો છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભ. તથા શ્રી નમીનાથ ભ. મૂલનાયક તરીકે બિરાજમાન છે. આ પાંચે દેરાસરો હાલ તે ગામના મધ્યભાગથી છેક છેવાડે અને શ્રાવકેની વસતિથી દૂર છે, પણ પહેલાં ત્યાં આપણુ વસતિ વિષેશ હેવી જોઈએ એમ અનુમાન થાય છે. બજારની મધ્યમાં ઉપાશ્રય, ધર્મશાળા તથા લાયબ્રેરી અદિ છે. પૂ. પાદ આચાર્ય મહારાજ હીરસૂરીશ્વરજી મ. ના સમયનો ઉપાશ્રય છે. ત્યાં તેઓની મૂર્તિ છે. ગામ બહાર અચ્છરા બાજુ જવાના રસ્તે નદીના નાકા પર આચાર્ય મહારાજશ્રીના અગ્નિસંસકારની ભૂમિ જે “આંબાવાડિયા” ના નામે ઓળખાય છે, તે વિશાળ વાડી બાદશાહે શ્રી સંઘને ભેટ આપેલી છે. અત્યારે પણ આને કબજે શ્રી સંધ હસ્તક છે. આ વાડીમાં હાલ પૂ. સૂરિવરશ્રીની પાદુકા છે. આ પાદુકાની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી મ. ઉપા. વિમલહર્ષગણિ. ઉપા. કલ્યાણુવિજયગણિગણિ. ઉપ. સોમવિજયગણિ આદિએ કરાવવાનો પાદુકામાં ઉલ્લેખ છે. આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૬પ૩ ના કાર્તિક સુદ ૫ બુધવારે અહિં થઈ છે. આજે તે આ દેરીની પછી અનેક દેરીઓ અહિં થયેલી છે. આ રીતે પૂર્વકાળમાં ઉનાની કેટકેટલે વૈભવ હતો તેની આ હકીક્તો સાક્ષી છે ઉનાને બધે ઈતિહાસ સાંભળતાં-જાણતાં થાય છે કે ખરેખર કાળની ગતિ નિચિત્ર છે. આજે ઊનામાં ૨૦-૨૫ ઘરો છે. અજારા દીવ તથા દેલવાડાનો અને અહિંના જિનમંદિરોનો વહિવટ અહિંના સંથમાંથી અમુક ગૃહસ્થ કરે છે. મહુવાથી પણ રાજલ થઈ ઉના અવાય છે. ઉના સ્ટેશનથી ગામ ૦ માઈલ લગભગ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy