________________
જે મત પીછે ઉપજે, સો મત પહેલી હેય; ૯૭
કાય ન બિગડે આપણો, લેક હસે નહિ કોય. કામવાળી ગોળ દહેરીમાં સ્ફટિકના ચંદ્રપ્રભુજી છે. અહીંથી બજાર માગે આગળ વધતાં, વચમાં મૂળચંદ સોનીનું દિગંબરી મંદિર આવે છે, જેમાં પાછળના ભાગ પર, બીજે માળે, મેરુપર્વત, અયોધ્યા, દેવવિમાનો આદિના આકારો ગોઠવી સુંદર દેખાવ રજૂ કર્યો છે. જૈન સાહિત્યના પ્રસંગેને કળા મારફતે તાદશ ભાગ ભજવતાં દર્શાવનાર આ રચના ખાસ પ્રેક્ષણીય છે. વળી મંદિર પરનું સોનેરી ચિત્રકામ પણ તેવું જ મનમોહક છે. ત્યાંથી સડક માર્ગે સીધા જતાં જમણું હાથે દલિતબાગમાં જવાની ગલી આવે છે. સુંદર બગીચો ને (૪) રિખવદેવનું મંદિર છે. મીનાકારી કામ ને તીર્થના ચિત્રપોથી ઠીક શોભા બની રહી છે. નાનકડી ધર્મશાળાન, મુદ્રાલેખો મનન કરવા જેવા છે. (૫) સ્ટેશનથી માઈલ દૂર, ચક્રાવ ખાઈ પાછળની બાજુએ દાદાવાડી છે. મૂળનાયક સંભવનાથ-ધાતુના બિંબ છે. ઉપરાંત ભિન્ન ભિન્ન દેરીઓમાં દાદાજીના ચરણે છે. પગે ચાલતાં આવી શકાય તે ટૂંકે માર્ગ પણ છે.
અન્ય સ્થાને–શિલ્પકળા, સોનેરી, રૂપેરી તથા જરીકામથી શોભતી ખજહા પીરની દરગાહ જે લાખણું કટી જતાં વચતાં આવે છે તે જોવા જેવી ગણાય છે. જ્યાં અનુક્રમે દોઢસે ને સો મણ ચેખા રાંધી શકાય તેવા બે ડમ ઊંચા ચુલા કરી મૂકવામાં આવેલાં છે. એ ઉપરાંત નજીકની અઢી દિનકી ઝૂંપડી ને કિલ્લાના જૂના મકાનો પણ છે. અઢી દિનકી ઝૂંપડીવાળું શિલ્પયુક્ત સ્થાન એક સમયે જૈન દેવાલય હતું એવી નેધ મળે છે. જુઓ ટોડકૃત રાજસ્થાન.
પ્રવાસક્રમ મુજબ આ અમારો છેલ્લા મુકામ હતો પણ ત્રણ દિન વધુ મળવાથી યાત્રાળુઓના મોટા ભાગે આબુને, જ્યારે ડાકે રાણકપુરજીને અને અમાએ કુંભારીયાજીનો યાત્રાક્રમ યોજ્યો હતો. માત્રા ત્રણ દિનમાં આબુને જેવા દુનિયામાં અજોડ કારીગરીવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org