________________
૮૬ મુળ અભિમાન પાશેર હતું, ભણતાં તે થયું અઝેર;
ચતુરાઈમાં તોલું થયે, ગુરૂ થયે ત્યાં મણમાં ગયો.
રજુ કરતી કળાભરી વિવિધ ઈમારત એ આ શહેરની સૌંદર્યતા છે. દુનિયાભરની અજાયબીઓમાં અગ્રસ્થાન ભોગવતો, અજોડ તાજમહેલ પણ અહીં જ યમુના તટે શોભે છે. દાદાવાડીથી ૩ માઈલ દૂર પત્થર બાંધણીવાળીવાળું સકન્દરા નામે સ્થાન છે જ્યાં મહાન અકબરશાહની કબર છે. કારીગરી પ્રેક્ષણીય છે, વળી એની નજીકમાં તમદૌલા (નુરજહાંના પિતા)ની કબર, તેમજ ફતેહપુર સીકીમાં આવેલા જુના મકબરા દર્શનીય છે. જર્જરિત દશામાં આવી રહેલ છે. આ જડ વસ્તુઓ કોઈ અનેરે બોધ આપે છે,
ફેટે સ્ટેશન સામે જ અકબર સમ્રાટે બંધાવેલે (સં. ૧૫૩૫ માં) કિલો આવેલ છે. અમરસિંહ દરવાજેથી દાખલ થવાય છે. માથા દીઠ ૨-૨-૦ ચાર્જ છે. કિલ્લાની બાંધણું, ફરતી ખાઈ નિરખતાં એનું ભૂતકાળમાં કેવું મહત્ત્વ હશે એનો ખ્યાલ આવે છે.
આ વિશાળ સ્થાનમાં આરસની શ્વત મસીદ, ને દિવાને આમ તથા દિવાને ખાસ નામના મકાનો જોવા લાયક છે. છત, બારી, બારણુની. કેરણું, જાળીઓની કરામત અને એક સ્થાનમાંથી બીજામાં જવાનાં ભેદી માર્ગો, લાલ પત્થરનો જોધાબાઈ મહેલ, વચમાં વિશાળ બગીચા, હજ અને જનાનાની બેગમોને સ્નાન કરવાના હમામખાન, ક્રીડાગ્રહ તથા આરામગૃહે આદિ આજે પણ પ્રેક્ષકને મુગ્ધ બનાવે છે. જો કે આજે એના પૂર્વકાલીન તેજ નથી રહ્યાં, છતાં ભાંગ્યું તે યે ભરૂચ એ ઉક્તિ અનુસાર ગતકાળની ઝાંખી તો જરૂર થાય છે. એક ભાગ પર સેમિનાથના મંદિરના તૂટેલા કમાડો સંરક્ષણ કરાયેલાં છે. આ બધું નિરખતાં મેગલાઈ રાજ્યકાળ ચક્ષુ સામે તરવા માંડે છે. 1 કિલ્લાથી માઈલ લગભગ ચાલતાં વિશાળ જગ્યા રોકતું ને દૂરથી પણ ભવ્યતાનો ભાસ કરાવતું જે મકાન દેખાય છે, એ જ “તાજ મહેલ”—માર્ગમાં વિકટોરીયા રાણીનું બાવલું આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org