________________
અપને બદે કુપ મહે, ગિરે યથા દુખ હોઈ
તુલસી સુખદ સમજીએ, રચત જગત સબ કોઈ રસ્તે જતાં આ સ્થાન આવે છે. વિશાળ કિલ્લાવાળું ને નાની મોટી દેરીઓવાળું આ સ્થાન સુંદર છે. પાદુકાની જુદી જુદી એક છત્રી બે દેરીઓ તેમજ માળ ઉપર પણ ચરણ છે. એક મકાનના ઉપલા કમરામાં આરસની છત્રી હેઠળ ત્રણ પાષાણુ બિંબ છે, જેમાં વચમાં શ્રી નેમિનાથ પ્રભુ છે. આવી બીજી એક છત્રી કુતુબ મિનારા નજીક બડાદાદાની છે.
અહીં સ્વદેશી પ્રદર્શન જોવાની તક મળી. એ જોતાં દેશી કારીગરીમાં ઠીક પ્રગતિ થઈ રહી છે, એમ કહી શકાય. પીત્તળ, આરસ ને લાકડાની કારીગરીના વાસણે તેમજ રમકડાં, મશીનરીમાં દેરી બનાવવાના ને શીવવાના સંચા, ફોનગ્રાફની રેકડી ને વાજીંત્રો પણ બનવા માંડ્યા છે. દેશી કાપડ પણ ઘણું તરેહનું ને ભાતીગળ તૈયાર થાય છે. પરદેશી ચીજોને મોહ ઘટવા માંડ્યો છે.
નવી દિલ્હીમાં લગભગ બધા મકાનો નવી બાંધણીના, ને રસ્તા સડક પણ પહેલાં તથા સફાઈદાર છે. જોયેલાં સ્થળ ક્રમવાર નીચે મુજબ છે. બસમાં જોવાને ચાજ ગાથા દીઠ ૦–૧૨–૦ ૧-જંતર મંતર-જયપુરના જયસિંગ રાજવીએ લગભગ ૨૩૦ વર્ષ પૂર્વે, આજના સાધનોનું અસ્તિત્વ પણ નહોતું તે કાળે સૂર્ય ચંદ્રની ગતિ માપવા માટે આ સ્થાન બનાવ્યું હતું. ઊંચા થંભે ને આર્કીવાળી આ Observatoryમાં વર્ષોદ માપવાનું યંત્ર–રાશચક્ર, સૂર્યચંદ્રબ્રમણ સંબંધી માહિતી આપે તેવા ગોળ દિવાલોવાળા કૂવા, ધૂમકેતુ માટે સમ્રાટ યંત્ર આદિ સાધનો ચણવેલાં છે. (૨) એસેમ્બલી હેલ– વિશાળ જગ્યા રોકી આ નમૂનેદાર સ્થાન બાંધેલું છે. ચોતરફ ફરતે બાગ, પાણીથી છલબલતા હેજો ને ફુવારા, વાંકવાળા સફાઈદાર ભાગેથી શોભા ઠીક વૃદ્ધિ પામે છે. અકબર, તઘલખ, અશેક ને ડેલહાઉસી આદિના નામેવાળા રસ્તાઓ, વળી પાછલી બાજુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org