________________
...
-
૬૬ એરણની ચોરી કરે, દએ સયકા દાન;
ઉપર ચક્કર દેખો, કયું ન આવે વિમાન. લુપુર પાછા ફરી બસ દ્વારા નીચે પ્રમાણે સ્થળે જવું. માથા દીઠ –૧૨–૦ ચાર્જ છે. (ક) ચંદ્રપુરી—
કાશીથી ૧૪ માઈલ દૂર ગંગાના તટ પર ઊંચી ભૂમિકાએ આ સુંદર સ્થાન આવેલું છે. નાનકડા ગામ વચ્ચેથી જતાં પ્રથમ જે શિખરબંધી મંદિર તથા ધર્મશાળા દેખાય છે. ત્યાંથી થોડુંક આગળ વધતાં વિશાળ ચગાનના એક ભાગ પર નાનકડા છતાં સુંદર દેવાલયમાં ચંદ્રપ્રભુજી બિરાજમાન છે. નજીકમાં પગલાની દેરી છે. પ્રભુશ્રીના ચાર કલ્યાણકચક આ સ્થાન ઘણું રમણીય છે. (ડ) સિંહપુરી –
પાછા ફરી દશ માઈલ વટાવતાં, રેલ્વે સડક સામેના કમ્પાઉન્ડમાં એક તરફ નાનકડી ધર્મશાળા ને બીજી તરફ ફરતાં કેટવાળું મનોહર દેવાલય યાત્રાળુને જરૂર અકથિત હર્ષ ઉપજાવે છે. વચલા ભાગમાં જે સમવસરણ આકારનું દહેરું છે. તેમાં શ્રેયાંસનાથ બિરાજે છે. બાજુમાં શાંતિનાથ વિ. છે. કોર્ટના ચાર ખૂણે ઉપર નીચે ગોળાકારે દેરીઓ છે, જેમાં પગલા તેમજ પ્રભુજીવનના જુદા જુદા પ્રસંગે દર્શાવાયેલા છે. એમાં કુશળચંદ્ર દાદાની મૂર્તિ છે. શ્રી શ્રેયાંસ પ્રભુના ચાર કલ્યાણકે આ મનોરમ ભૂમિમાં થયેલાં. આજે આ એકાંત
સ્થળમાં અન્ય કંઈ નથી, છતાં અનુપમ શાંતિ મેળવી, આત્મ વિચારણું કરવી હોય તે સુલભ છે. રેલ રસ્તે પણ કાશીથી અહીં અવાય છે. સડકને પાટો ઓળંગી સારનાથ મહાદેવની દહેરી વટાવી આગળ જતાં બુદ્ધ સંપ્રદાયને એક જીણું સ્તૂપ છે. ત્યાં એક સુંદર ને ભવ્ય બાંધણીવાળો “મૂળમંધકુટિવિહાર' આવેલો છે એમાં સોનેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org