________________
૬૨ સતીયા સત્ય ન છાંડીએ, સત છેડે પત જાય;
સતડી બાંધી લક્ષ્મી, ફિર ફીર ફેરા ખાય. બાગ સ્ટેશન સામે તુલસી મંડીમાં સામ સામે આવેલી બે દહેરીઓ છે. એક તરફ નાનકડું તળાવ, બીજી બાજુ બગીચે, વચમાં જવાને ફુટપાથ, જમણા હાથે આવેલ “ કમળદ્રહ ”માં ઊંચી બેઠક પરની દેરીમાં સ્થૂલભદ્રની પાદુકા છે. શુકડાલ મંત્રીના ફેષ્ઠ પુત્ર અને પ્રેયસી કાસ્યાને ત્યાં વર્ષોના વર્ષે વ્યતીત કરનાર, વળી ચારિત્ર લીધા પછી ચોમાસું રહેનાર આ મહાત્માના નામથી ભાગ્યે જ જૈન સંતાન અજાણ્યો હોય. એમનું નામ ૮૪ ચોવીસી સુધી ગવવાનું. શ્રીયક અને યક્ષાદિ સાત ભગિનીઓના બે ભાઈ તેમજ છેલ્લા ચૌદપૂર્વી. કમળદ્રહ સામે “ સુદર્શન શેઠ”ની પાદુકા છે. આ તે જ શ્રેષિ કે જેમના પર રાણું અભયાના ભંભેર્યાથી રાજાએ ગુસ્સો કરી શુળીઓ ચઢાવવાને હુકમ કરેલો. એમની પત્ની મનોરમાએ પતિ પરથી કલંક ન ઉતરે ત્યાં લગી અનશન આદરેલું. શીલવતના મૂર્તિમંત સ્વરૂપસમા માનવીઓના તેજ આગળ શુળી સિંહાસનરૂપે પરિણમી અને સત્યને જય થયો. આ દેરીઓ તેની કીર્તિગાથારૂપે છે. નજીકમાં મીઠા જળને કુવે છે. તળાવમાં શિંગડા થાય છે. બહાર સામે દિગંબરી મંદિર પણ છે. ૨ બનારસ - સનાતનધર્મીઓ જેને પતિતપાવનીના બિન્દથી ઓળખે છે, એવી પવિત્ર સરિતા ગંગાના કાંઠે આ શહેર આવેલું છે. કાશી, વાણારસી એ એના ઉપરના છે. એક સમયની આ પ્રાચીન નગરીની મહત્તા આજે પણ દષ્ટિગોચર થાય છે. હિંદુઓનું મોટું ધામ હોવાથી મંદિરે, તે પરના સોનેરી કળશો તેમજ ભૂદે વિપુલ પ્રમાણમાં નજરે આવે છે. બાબુઓ પણ ઠીક સંખ્યામાં છે. મેટર, -બસ, ટમટમ, આદિ વાહનો દોડતાં જ હોય છે. એક બજારના નાકેની ગલીમાં ડાબે હાથે જતાં વાસણ, રમકડાં અને રેશમી વસ્ત્રોથી અલંકૃત થયેલ દુકાનોની હાર મધ્યે થઈ અન્નપૂર્ણ, કાશી વિશ્વનાથ આદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org