SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ માખી ચંદન પરિહરે, કરમલ ઉપર જાય; મુરખ ધર્મ ન સાંભળે, ઉધે કે ઉઠી જાય. સ્ટેશન તરફ જતાં માર્ગે એક વિશાળ કિલ્લા જેવું ખંડિયેર છે. એ શ્રેણિક ભૂપના કોટ તરીકે ઓળખાય છે. આમ એક સમયની સ્મૃદ્ધિશાલિની વિશાળ નગરીની વિદ્યમાન સ્થિતિ નિહાળી, અસ્તોદયના પ્રભુના નિયમનું સ્મરણ કરતા, યાત્રાથી જીવન પાવન બનાવતાં, બીજી સવારે ઉપડયા. ૮. કુંડલપુર રાજગિરિ કુંડથી બીજું સ્ટેશન નાલંદા ત્યાંથી ના ભાઈલ પર આ નગર છે. બીજુ નામ ગોબર ગામ, હાલ તે થેંડા ઝુંપડા ને ગ્રામ વસ્તી જ છે ! ધર્મશાળા, વચમાંની દેરીમાં શ્રીવીર, શ્રીગૌતમ અને દાદાની પાદુકાઓ છે. ખૂણું પરના નાના પ્રવેશદ્વારવાળા ને નેવી જ ગુફા જેવા ગભરાવાળા મંદિરમાં પ્રભુશ્રી કષભની ચામળ મૂર્તિ, બીજી સાતેક પ્રતિમાઓ ને પાદુકા છે. અંધકાર વિશેષ રહે છે ને પ્રકાશ કે હવા સારુ મુખ્ય દ્વાર વિના અન્ય સાધન નથી. ઇન્દ્રભૂતિ આદિ ત્રણ ભાઈઓની આ જન્મભૂમિ. કોઈક એને વડગામ પણ કહે છે. ૯. નાલંદાના વિહાર પાછા ફરતાં માર્ગમાં જ સુપ્રસિદ્ધ બૌદ્ધ વિહારોના ખંડિયેરા દષ્ટિગોચર થાય છે. સંગ્રહસ્થાન ને વિહારો સામસામે છે. ઉભય સ્થાન જોવાવી ફી વ્યક્તિ દીઠ ૦–૨–૦ છે. આ પ્રાચીન સ્થળનું મહત્વ અતિશય છે. એ સંબંધી જૈન તથા બૌદ્ધ સાહિત્યમાં ઘણું લખાણ મળી આવે છે. શ્રી વીર પ્રભુ તેમજ શ્રીગૌતમ બુદ્ધ વારંવાર અહીં પધારેલાં છે. પૂર્વે અહીં જબરદસ્ત વિદ્યાપીઠ 9તી અને નમીચા અધ્યાપકે વસતા હતા, જેમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy