SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ રાગદેષ કરે નહિ, નીચ કૃત્યથી ડરનાર; અસહ્ય વચન બોલે નહિ, તે સજજન શરદાર. એ જ માગે પાછા ફરી, પાવાપુરીના સીમાડામાં આવી પહોંચ્યા. ત્યાંથી જ જળમંદિરનું ન ભૂલાય તેવું દ્રશ્ય નજરે પડયું. જે જળમંદિરનો માત્ર ફેટ જ આહલાદ ઉપજાવે તેવો છે તેના સાક્ષાત દર્શન થતાં હૃદય હર્ષથી નાચવા લાગ્યું. પ્રાતઃકાળના મધુર કલાકોમાં પરમાત્મા શ્રી વીરની આ નિર્માણભૂમિ કાઈ અનેખો સ્વાંગ ઘરે છે. કઈ દક્ષ ચિત્રકારની પિંછી કિંવા કેઈ કવિનું કાવ્ય જ એનું સ્પષ્ટ આલેખન કરી શકે. મધ્યાન્હ થતા વિમાન જેવા પ્રાસાદના સુર્વણું. કુંભ તેજથી જળહળી ઉઠે છે. ચેકરફ કમળના દાંડા, પાંદડાંને તેવી જ વેલ–લતાઓથી અલંકૃત સરોવર મધ્યેનું આ દેવાલય, પાવાપુરમાં પ્રવેશતાં પથિકને પ્રથમ દર્શને જ ચમત્કૃતિમાં તરબોળ બનાવી દે છેઅહીંથી ગામ ધર્મશાળાઓ (૨) થોડા અંતર પર છે. એકાદ બે વાંક લીધા કે ઝુંપડાઓનો સમૂહ દષ્ટિગોચર થાય છે. પ્રજાપતિના ચક્રો જ્યાં આગળ દીક સંખ્યામાં ચક્રાવા લઈ પ્રભુશ્રી રૂષભદેવદર્શિત પ્રથમ શિલ્પને સાક્ષાત્કાર કરાવી રહ્યાં હોય છે ત્યાં જ જોડાજોડ વિશાળ ધર્મશાળાઓ, વચમાં સુંદર બગીચાઓ, કૂવા તેમજ સુંદર ચતરાઓ અને પ્રવેશતાં દક્ષિણ હાથવાળી સરાઈમાં ઊંચી ઉભમીવાળ સુંદર પ્રાસાદ મનહરતામાં પૂતિ કરે છે. જીર્ણોદ્ધાર થવાથી આ વિમાન સદશ પ્રાસાદ ઠીક વિશાળતા ધારે છે. આ તે જ છે કે શાં પ્રભુશ્રી મહાવીર સ્વજીવનની અંતિમ ઘટિકાઓ ગાળી હતી, અને ભરૂદેવા અને વર્ણવતાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. એ કાળે “હસ્તિપાળ ભૂપની લેખશાળા” આ અપાપા નગરીમાં જ હતી. પગથીયાં ચઢતાં જ ગબ સમયની એ સેનેરી ક્ષણે અંતરપટ પર નૃત્ય કરવા લાગી ગઈ. સંસારના ત્રિવિધ તાપને ઘડીભર વીસરી જઈ મનડું ૨૯૫સૂત્રના એ પ્રસંગથાં મુગ્ધ બન્યું. જેના રજકણોમાં વર્ષોના શતક વીતી ચૂક્યાં છતાં આવી અપૂર્વ શક્તિ ભરેલી છે એવી આ પુનિત ભૂમિને મસ્તક નમી પડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy