________________
૧૫૫
નથી તેમ જે પર-૫ર્યા ઘડાના નથી, તેઓ ઘડાના શી રીતે કહેવાય? વળી, જે ચીજ જેની ન હોય છતાં જો એની કહેવાતી હોય તે લેકના વ્યવહારનો ભંગ થશે માટે એ પર-પર્યા ઘડાના શી રીતે કહેવાય ? એને ઉત્તર આ પ્રમાણે છે –જેમ ધન અને ગરીબ એ બન્નેનો સંબંધ તો છે, પણ તે નાસ્તિત્વરૂપે છે તેમ પર-પર્યાય અને ધડા વચ્ચે સંબંધ તે છે. પણ તે નાસ્તિત્વરૂપે છે. નાસ્તિત્વ રૂપે સંબંધ હોવામાં કોઈ જાતનો બાધ જાતે નથી. કારણ કે, બેલનારા બેલે છે કે, “આ ગરીબને ધન નથી” અર્થાત્ ગરીબ અને ધન વચ્ચે નાસ્તિત્વને સંબંધ છે એ જ પ્રકારે “આ ઘડે કલમરૂપે નથી”, એટલે ધડા અને કલમ વચ્ચે પરસ્પર નાસ્તિત્વને સંબંધ છે, એ સ્પષ્ટ રીતે ભાસે છે. હા, એમ તો કહેવું કદાચ ઠીક કહેવાય કે, ઘડાને એ પર-પર્યાયે સાથે અસ્તિત્વને સંબંધ નથી, પરંતુ તે બન્ને વચ્ચે ઠામુકે સંબંધ જ નથી એમ તો ન જ કહી શકાય. વળી, પર-૫ર્યાયો સાથે ધડ.નો નાસ્તિત્વને સંબંધ હોય, એમાં કોઈ પ્રકારના લેક વ્યવહારને પણ બાધ આવતા નથી. વળી, કદાચ એમ કહેવામાં આવે કે, નાસ્તિત્વ તે અભાવરૂપ-એટલે-અસલ્પ છે તેથી તે તુચ્છરૂપ છે તે એવા તુચ્છરૂપની સાથે વળી શું સંબંધ હોય ? માટે પર-પર્યા પણ એવા જ તુચ્છરૂપ હોવાથી એની સાથે ઘડાને સંબંધ શી રીતે હોઈ શકે? કારણ કે, જે કાંઈ તુચ્છરૂપ હોય છે તેમાં કોઈ પ્રકારની શક્તિ નથી હોતી તેથી એમાં સંબંધ શક્તિ પણ શી રીતે હોય ? વળી, બીજું પણ એ કે, જે ઘડામાં પર-૫યોનું નાસ્તિપણું છે તો તેની જ સાથે એટલે નાતપણાની સાથે ઘડાનો સંબંધ હોય એ વ્યાજબી છે, પરંતુ પરપર્યાયે સાથે તે એને (ઘડા) સંબંધ શી રીતે ઘટી શકે ? કારણ કે, ઘટને સંબંધ પટાભાવ (પટના નાસ્તિપણા) સાથે છે એવી કરીને એને ઘડાને સંબંધ પટ સાથે પણ હોય, એવું કયાંય જોયું કે સાંભળ્યું પણ નથી. જે અહીં એમ માનવામાં આવે કે પર-પર્યાયના નાસ્તિપણું સાથે ઘડાનો સંબંધ છે માટે એને (ધડાનો) સંબંધ પર-પર્યાયો સાથે પણ હોઈ શકે તે એમ પણ માનવું જોઈએ કે, ઘડાને સંબંધ પટના નાસ્તિપણ સાથે છે માટે પટ સાથે પણ એને (ઘડાનો) સંબંધ હોવો જોઈએ. પરંતુ એ માન્યતા તદન ખોટી હોવાથી કોઈથી માની શકાય એમ નથી અને એ પ્રકારે પર-પર્યાય સાથે ઘડાનો કોઈ પ્રકારનો સંબંધ હોય, એ વાત બરાબર જણાતી નથી. હવે એને પણ જવાબ આ પ્રમાણે છે-નાસ્તિપણાનો અર્થ અહીં એમ સમજવાને છે કે, તે તે રૂપે નહિ હોવાપણું અર્થાત “ઘડામાં કપડાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org