________________
एकस्यादरसारा क्रियते पूजाऽपरेषां स्तोकतरा । एषाऽपि महाऽवज्ञा लक्ष्यते निपुणबुद्धिभिः ।। ४० ।।
એક પ્રતિમાજીની અત્યંત આદરપૂર્વક વિશેષ પૂજા કરવી અને બાકીનાની થોડીક જ પૂજા કરવી તે પણ સૂક્ષ્મબુદ્ધિવાળા જીવોને મહા આશાતના લાગે છે. (४०)
पहाणोदगाइसंगो, लोगविरुद्धो परुप्परं तेसिं। लोगोत्तमभावाओ, बहु मन्निजइ न हु बुहेहिं ।। ४१ ।। सानोदकादिसङ्गो लोकविरुद्धः परस्परं तेषाम् । लोकोत्तमभावाद्हु मन्यते न खलु बुधैः ।। ४१ ।।
નહાવાનું પાણી એક બીજાને અડવું તે લોકમાં પણ યોગ્ય ગણાતું નથી, તો પરમાત્મા તો લોકોત્તમ હોવાથી પરસ્પર પ્રક્ષાલના છાંટા ઉડે તે પણ પંડિતજનો पडे सामनातुं नथी. (४१)
अह कोइ सबुद्धीए, ण्हवेइ एगं न सेसबिंबाणि । पंतिगयवंचणं पिव, मन्ने एयं महापावं ।। ४२ ।। अथ कोऽपि स्वबुद्ध्या स्त्रपयत्येकं न शेषबिम्बानि । पङिक्तगतवञ्चनमिव मन्ये एतन्महापापम् ।। ४२ ।।
વળી કોઈ સ્વબુદ્ધિથી (સ્વચ્છંદપણે) એક પ્રતિમાજીને પ્રક્ષાલ કરે છે, | બાકીનાને નથી કરતા, તે તો ભોજનની પંગતમાં બેઠેલામાંથી એકને પીરસવું અને બાકીનાને ન પીરસવા જેવું મહાપાપ છે. (૪૨)
विणिवारिउं न सक्का, एवं आसायणा बहुपगारा । ता एगबिंबकरणं, सेयं मन्नामि गुरुराह ।। ४३ ।। विनिवारयितुं न शक्यैवमाशातना बहुप्रकारा । तस्मादेकबिम्बकरणं श्रेयो मन्ये गुरुराह ।। ४३ ।।
આ પ્રકારે ઘણા પ્રકારની આશાતનાઓ થાય છે, જે અટકાવવી શક્ય નથી તેથી એક પ્રતિમાજી ભરાવવા તે જ કલ્યાણકર છે, તેમ હું માનું છું. (૪૩)
૧૩
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org