________________
સતત ઉપયોગથી અનન્ત અને નાશ થવાના નિમિત્તનો અભાવ હોવાના કારણે તે સ્થાનને અક્ષય-કદી નાશ ન પામે, તેવું જાણવું. (૩૫૪)
(અવ્યાબાઈ) अव्वाबाहं भणियं, वाबाहाकारिकम्मविरहाओ। देह- मणोगयबाहाविरहियमाहारहीणत्ता । ३५५ ।। अव्याबाधं भणितं व्याबाधाकारिकर्मविरहात् । देह- मनोगतबाधाविरहितमाहारहीनत्वात् ।। ३५५ ।।
વિશેષ પીડા કરનારા કર્મનો અભાવ હોવાના કારણે, તેમજ આહારથી રહિતપણું હોવાના કારણે દેહ અને મનની પીડાથી સંપૂર્ણપણે રહિત તે સ્થાન અવ્યાબાધ કહ્યું છે. (૩૫૫)
(અપુણરાવિત્તિ) नावत्तइ नागच्छइ, पुणो भवे तेण अपुणरावित्ति । संसारहेउकम्माऽभावेण जओ इमं भणियं ।। ३५६ ।। नाऽऽवर्तते नागच्छति पुनर्भवे तेनाऽपुनरावृत्ति । संसारहेतुकर्माऽभावेन यत इदं भणितम् ।। ३५६ ।।
સંસારના હેતુભૂત કર્મોનો અભાવ હોવાના કારણે ફરી સંસારમાં પાછા ફરતા નથી, આવતા નથી તેથી તે સ્થાન અપુનરાવૃત્તિ-ફરી પાછા ન ફરવું પડે તેવું કહેવાય છે. વળી શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેવાયું છે કે..(૩૫૬)
(શાસ્ત્રસાલી) दड्ढम्मि जहा बीए, न होइ पुणरंकुरस्स उप्पत्ती। तह कम्मबीयनासे, पुणब्भवो नत्थि सिद्धाणं ।। ३५७ ।। दग्धे यथा बीजे न भवति पुनरङ्कुरस्योत्पत्तिः । तथा कर्मबीजनाशे पुनर्भवो नास्ति सिद्धानाम् ।। ३५७ ।।
જેમ બીજ બળી ગયા પછી ફરી તેમાંથી અંકુરાની ઉત્પત્તિ થતી નથી તેમ કર્મરૂપી બીજ નષ્ટ થયે છતે સિદ્ધ ભગવંતોને ફરી સંસાર (રૂપી અંકુરો) હોતો નથી. (૩૫૭)
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org