________________
વૃત્તિઓની રચના અને રંગ વચ્ચે કાર્યકારણની સાંકળ સુધ્ધાં બેસાડી દીધેલી.
આચાર્ય પિતે તે કોઢ જેવા મહાવ્યાધિથી ઉત્પન્ન થયેલા મરણના ભયને લીધે એટલા દુઃખી ન હતા જેટલા દુ:ખી વૃત્તિઓ ઉપરના અનુચિત આક્ષેપને લીધે હતા. અરેતેઓ એવા દુ:ખી થઈ ગયા હતા કે આવા અગ્ય આક્ષેપને લીધે પ્રચાર પામતી જૈન શ્રતની અપભ્રાજનાને લીધે તેમને એક વખત અનશન કરવાને વિચાર સુધ્ધાં થઈ આવેલે. - આચાર્ય અભયદેવનાં જન્મસ્થાન, માતાપિતા, જાતિગોત્ર, ધરેજગાર વગેરે વિશે જે ઘણું થડી હકીકત મળે છે તે સૌથી પહેલાં વિક્રમ સંવત ૧૩૩૪માં લખાયેલ “પ્રભાવક ચરિત્રને આધારે સચવાયેલ છે. અને ત્યારપછી એને મળતી આવે એવી અને એટલી જ હકીક્તને આશરે સેળમા સૈકામાં સંકળાયેલા એવા સાવ અર્વાચીન પુરાતનપ્રબંધસંગ્રહને પણ ટેકે છે. વિક્રમ સંવત ૧૩૬૧ માં રચાયેલા પ્રબંધચિંતામણિ તથા સંવત્ ૧૩૮૯ માં ગૂંથાયેલા “તીર્થકપમાં પણ આચાર્ય અભયદેવ વિશે જે ડી ડી હકીક્ત મળે છે તેમાં તેમના જન્મસ્થાન વગેરે વિશે કશી માહિતી સાંપડતી નથી. આ ઉપરાંત સુમતિગણિ
૪ જુઓ પ્રભાવરિત્ર–અભયદેવસૂરિચરિત શ્લ૦ ૧૩૬–
"निशम्येति गुरुः प्राह नातिमें मृत्युभीतितः ।
रोगाद् वा पिशुना यत्तु कद्वदा तद्धि दुस्सहम् ॥" ૫ જુઓ પ્રભાવક ચરિત્રપ્રશસ્તિ લે. ૨૨.
ર-નસ-શો-શાવાદ ૬ જુઓ પુરાતનપ્રબંધસંગ્રહની પ્રસ્તાવના. 'છે જુઓ પ્રબંધચિંતામણિપ્રશસ્તિ ૦ ૫. ૮ જુઓ તીર્થકલ્પપ્રશસ્તિ લે. ૩
તેન્દ્ર-રાજા-ર-શોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org