________________
આચાર્ય અભયદેવના સમયે શ્રમણસંઘમાં જે જાતની શિથિલતા હતી તેના કરતાં વર્તમાનમાં બીજી જાતની શિથિલતા વ્યાપી ગઈ છે. વિદ્યાને રસ સુકાવા લાગે છે, આગમન અભ્યાસની પરંપરા તે ક્યારનીય છિન્નભિન્ન થઈ ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં કથાવાર્તા રાસ અને લકરંજન ચાલી રહ્યાં છે. આ સમય વિજ્ઞાનપ્રધાન છે અને જૈનધર્મને છતે કરીને તેના અભ્યાસપ્રચાર દ્વારા જગતમાં શાંતિ પહોંચાડી શકાય તેવા અદ્યતન શુદ્ધ સાહિત્યના નિર્માણને છે. તેવે ખરે સમયે આપણે ઊંઘતા રહેશું અને આગમોની અશુદ્ધ મહા અશુદ્ધ આવૃત્તિઓ કરી કરીને સંતેષ માનીશું તે માનું છું કે આપણે બીજા કેને મૂઢ કહીશું?
આશા તે રાખું છું, આવી આવી સ્થપાનારી જ્ઞાનસંસ્થાઓ યુગના પ્રવાહને પારખીને જૈનશાસનની પ્રભાવના વધે તેવી રીત જરૂર અખત્યાર કરશે.
અહીં સ્થપાનારી જ્ઞાનસંસ્થા તરફ શુભ લાગણુઓ બતાવવા સાથે મારે બે મુદ્દા તરફ આપ સૌનું ધ્યાન ખેંચવાનું છે.
પહેલે મુદ્દો આચાર્ય અભયદેવને ઈતિહાસ. બીજો મુદ્દો કપડવંજની ધર્મપ્રિયતા.
સાધક નિસ્પૃહ મુનિઓ વા આચાર્યો સાધનાના ખપપૂરતું સાહિત્ય નિમેં છે. તેઓ પિતે જાતે પિતાના અંગત વિષય સંબંધે ભાગ્યે જ કલમ ચલાવે છે. જુઓ, મહાપ્રભાવક દિવાકરજીએ પિતા માટે ક્યાંય કશે પરિચય આપેલ છે? એવા જ કાંતદશી આચાર્ય હરિભદ્ર પિતાની જાતને કયાંય જરા જેટલી પણ ઓળખાવવા પ્રયાસ કરેલ છે? એ શિષ્ટ પરંપરાના અનુયાયી યુગપ્રધાન શ્રી અભયદેવસૂરિએ પણ પિતાની જાતને તે શું પણ પોતાના મૂળ નામ વગેરેને સુધ્ધાં કયાંય પરિચય આપેલ નથી. તેમણે જે જે અંગસૂત્રે વા બીજા ગ્રંથ ઉપર વૃત્તિઓ લખેલ છે તેમાં દરેકમાં અંતભાગે પોતાની ટૂંકી વંશાવલી-માત્ર ગુરુપરંપરા આપેલ છે. ૧ જુઓ સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ, ભગવતીવૃત્તિ, જ્ઞાતાસુત્રવૃત્તિ, પ્રશ્ન- વ્યાકરણુસૂત્રવૃત્તિ અને પાકિસૂત્રવૃત્તિની પ્રશસ્તિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org