________________
વૃત્તિ પણ પાટણમાં રહીને જ પૂરી કરી. વચ્ચે ગીતાર્થ અને સુવિહિતશિરોમણિ શ્રીહરિભદ્રસૂરિએ રચેલા તથા શુદ્ધ માર્ગના પ્રરૂપક એવા પંચાશક ગ્રંથ ઉપર તેઓએ સં. ૧૧૨૪માં ધૂળકામાં રહીને વ્યાખ્યા રચીને પૂરી કરી. આમ તેઓ કવચિત પાટણ છોડીને બહાર પણ વિહરતા હતા છતાંય મોટે ભાગે તેઓ પાટણમાં રહીને વૃત્તિઓ રચવાની પ્રવૃત્તિ કરતા રહેતા.
વૃત્તિઓ જેમ જેમ રચાતી ગઈ તેમ તેમ મહાતધર શ્રી દ્રોણાચાર્ય તેમને તપાસી તપાસીને શુદ્ધ કરતા ગયા અને દરેકે દરેક વૃત્તિ ઉપર પોતાની પ્રામાણ્ય-મેહર મારતા ગયા. સં. ૧૧૨૦થી સં. ૧૧૨૮ સુધીમાં તેઓએ વૃત્તિઓ રચવાનું શરૂ રાખ્યું છે તે જોતાં તેમણે આયંબિલતપ પણ તે સમય દરમિયાન ચાલુ રાખેલું. એક તે ભારે પરિશ્રમનું કામ, મગજ ઉપરનું તાણ, લાંબા ઉજાગરા અને લૂખે સૂકો ખોરાક ઈત્યાદિ કારણેને લીધે, એમ કહેવામાં આવે છે કે, તેમના શરીરમાં લેહીવિકારને રેગ થઈ આવ્યું, જેને તે સમયના લેકે એ કેહને રગ માન્ય. અને વૃત્તિઓ બનાવતાં કયાંય ઉસૂત્રનું પ્રરૂપણ થઈ જવાથી તેની સજા રૂપે તેમને એ કેઢ થયે છે, એમ એ લેકે કહેવા લાગ્યા. આ અપવાદ આચાર્ય અભયદેવને એ અસહ્ય લાગ્યું કે તેઓને અનશન કરવાને સુધાં વિચાર થઈ આવ્યું. એવામાં તેમને સ્વપ્ન આવ્યું કે નાગરાજે આવીને જીભ વડે પિતાને રેગ ચાટી લીધે છે અને પિતે થાંભણ ગામ પાસેની શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કઢાવી તે નિમિત્તે એક નવું તીર્થ સ્થાપવા જઈ રહ્યા છે.
પ્રાત:કાળ થતાં આ સ્વપ્નની વાત તેમણે પિતાના ગુરુને કહી અને પછી કેટલાક શ્રાવકોએ તેમની સાથે ચાલવાની ઈચ્છા બતાવી તેથી તેઓ થાંભણે તરફ અશક્ત શરીરે પણ વિહાર કરવા તત્પર થઈ ગયા. ધીરે ધીરે વિહાર કરતા તેઓ થાંભણ પહોંચ્યા અને શેઢી નદીને કાંઠે દટાયેલ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનાં દર્શન કરતાં
થી આવતાં જ એક વ
૨૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org