________________
તેમ કઈ પોતાના મકાનમાં ઊતરવા પણ દેતું નથી. એથી તેણે તેમને સારુ પોતાની ચંદ્રશાળા ખેલી આપી તેમાં નિરાંતે રહેવાનું સૂચન કર્યું. પુરોહિત અને મુનિઓ વચ્ચે છેડે પરિચય વધતાં પુરોહિતે બીજા યાજ્ઞિક પંડિત બ્રાહ્મણોને બોલાવી તેમની સાથે ચર્ચાવિનેદ કર્યો અને તેથી તે તથા બીજા પંડિતે ઘણું પ્રસન્ન થયા અને આમ પાટણમાંથી શુદ્ધ નિર્દોષ ભિક્ષા માગી લાવી તેઓએ પુરેહિતની ચંદ્રશાળામાં રહી પાટણના ચિત્યવાસીઓના મજબૂત ગઢને દવાને વિચાર કર્યો.
આ તરફ પાટણમાં સંવેગી સાધુ આવ્યાની અને પુરોહિતને ત્યાં ઊતર્યાની ખબર ચૈત્યવાસી આચાર્યોને પહોંચી ગઈ અને તેઓ બને સંવેગી મુનિઓ પિતાની સંમતિ વિના પાટણમાં પિઠા હેઈને ચૈત્યવાસી આચાર્યોએ તેમના ઉપર રાજાના હુકમને ભંગ કર્યાને આરેપ સાથે પોતાના માણસો મારફત તેમને તરતરત પાટણમાંથી બહાર નીકળી જવાનું કહેણ કર્યું. ચૈત્યવાસીઓના ચેકીદાર નેકરોએ પહિતને ઘેર આવીને પોતાના આચાર્યને હુકમ તે બને મુનિઓને કહી સંભળાવ્યો અને તાબડતોબ પાટણમાંથી બહાર નીકળી જવાની સૂચના કરી દીધી.
આ સાંભળીને પુરોહિતે કહ્યું કે હમણ આ બન્ને ગુણવંત પવિત્ર મુનિઓ મારા મહેમાન છે માટે તમે સીધું તેમને કાંઈ સૂચન કરે તે ઉચિત નથી. હમણું તે તેઓ મારી જવાબદારી ઉપર જ મારે ત્યાં ઊતર્યા છે, છતાં આ સંબંધે કઈ વિશેષ નિર્ણય કરે હોય તે રાજસભામાં જ તમારે આવવું જોઈએ.
- જ્યારે નેકરોએ પુરોહિતે આપેલ જવાબ પિતાના માલિક ચિત્યવાસી આચાર્યો પાસે પહોંચાડ્યો ત્યારે બધાય ત્યવાસી મઠપતિ આચાર્યો ભેગા થઈને રાજા ભીમની કચેરીમાં પહેચ્યા અને પોતાની સંમતિ સિવાય પાટણમાં કઈ પણ સંવેગી મુનિ પિસી જ ન શકે અને પેઠે હોય તે તત્કાળ તેણે પાટણથી બહાર નીકળી જવું જોઈએ એવું શાસન ચાવડાવંશના રાજા વનરાજના ૨૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org