________________
વૃત્તિને તે વખતના અચૈત્યવાસી શ્રમણ સંઘે પ્રમાણભૂત માનીને સ્વીકારેલી પણ છે; એ મહાનુભાવતા બન્ને પક્ષની એ જમાનામાં તો એક અદ્ભુત ચમત્કાર જેવી જ ગણી શકાય, જયારે વ માન જમાનામાં વિજ્ઞાનવિદ્યાની પ્રધાનતા હોવા છતાં ય આવી ઉદારતા ભાગ્યે જ નજરે ચડે છે. માટે જ ખારા ઊસ જેવા દરિયામાં મીડી વીરડી જેવી ઉપમા. શ્રીદ્રોણાચાય ને આપી છે તે જરાય વધારે
પડતી નથી.
ગણુધરસાર્ધ શતકાન્તગ ત પ્રકરણમાં શ્રી દ્રોણાચાય અને અભયદેવ વચ્ચે જે જાતના સદ્ભાવ હતા તેના સરસ ઉલ્લેખ છે. એટલે સુધી હતું કે જ્યારે શ્રીદ્રોણાચાય આગમાની વાચના આપતા ત્યારે તેમના પક્ષના બધા ચૈત્યવાસી આચાર્યાં તેને સાંભળવા જતા; તે વખતે શ્રીઅભયદેવસૂરિ પણ તે વાચનામાં જતા ત્યારે ખુદ દ્રોણાચા ઊભા થઈને તેમને લેવા જતા અને તેમનું આસન ૩૧પેાતાની પાસે જ નખાવતા. આવે એ બન્ને વચ્ચે આદરભાવ જોઈને કેટલાક ચૈત્યવાસી આચાર્ય રાધે ભરાતા છતાં શ્રીદ્રોણાચાર્ય સામે અક્ષર પણ ન ખેાલી શકતા અને પોતપોતાના મઠમાં જઈ એમ ખડખડચા કરતા કે આ વળી અભયદેવ આજકાલના અમારા કરતાં શું મેટા થઈ ગયા છે ? જેથી ખુદ દ્રોણાચા પેાતે તેને આટલું બધું માન આપે છે. પેાતાના પક્ષના આચાર્યના એ ખડખડાટ સાંભળીને ગુણપક્ષપાતી અને ગુણરસિક શ્રીદ્રોણુસૂરિએ એ ચૈત્યવાસીઓની સામે અભયદેવના ગુણાનું પ્રદર્શીન કરી તેમને શાંત પાડેલા અને અભયદેવની રચેલી તમામ વૃત્તિઓને જોઇ તપાસી આપવાનું પણ તેમની સમક્ષ વચન આપ્યું—આટલું તેમની ગુણુજ્ઞતા
૩૧ જુએ ગણધરસાધ શતકાંતગત પ્રકરણ પાનું ૧૪----
<<
,,
'ततोऽसौ अपि भगवद् गुणसौरभाकृष्टः स्वसान्निध्ये प्रभोरासनं दापयति । ઇત્યાદિ.
૩૨ જી ગણધરસાર્ધ શતકાંતર્ગત પ્રકરણ પાનું ૧૪~~~
अहो केन गुणेन एष अस्मभ्यमधिकः येन अस्मन्मुख्योऽपि अयं द्रोणाचार्यः अस्य एवंविधमादरं दर्शयति ।
""
Jain Education International
For Private & Personal Use Only
[ ૨૭
www.jainelibrary.org